મર્ડર@માલપુરઃ તિક્ષ્ણ હથિયાર વડે 2 ભાઇઓની દર્દનાક હત્યાથી ચકચાર

અટલ સમાચાર.માલપુર માલપુર તાલુકાના ગામે પિતરાઇ ભાઇઓની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા નીપજાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. ઠાકોર સમાજના ગામમાં આગેવાન ગણાતા બે યુવાનોને અજાણ્યા ઘાતકી ઇસમોએ દર્દનાક સ્થીતીમાં હત્યા કરી ઝાડી-ઝાખરામાં ફેકી દીધા હતા. બનાવની જાણ માલપુર પોલીસને થતા તાત્કાલીક સ્થળ પર પહોચી તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન ભૂતપુર્વ ધારાસભ્ય અને
 
મર્ડર@માલપુરઃ તિક્ષ્ણ હથિયાર વડે 2 ભાઇઓની દર્દનાક હત્યાથી ચકચાર

અટલ સમાચાર.માલપુર
માલપુર તાલુકાના ગામે પિતરાઇ ભાઇઓની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા નીપજાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. ઠાકોર સમાજના ગામમાં આગેવાન ગણાતા બે યુવાનોને અજાણ્યા ઘાતકી ઇસમોએ દર્દનાક સ્થીતીમાં હત્યા કરી ઝાડી-ઝાખરામાં ફેકી દીધા હતા. બનાવની જાણ માલપુર પોલીસને થતા તાત્કાલીક સ્થળ પર પહોચી તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન ભૂતપુર્વ ધારાસભ્ય અને ઠાકોર સેનાના ઉપ પ્રમુખ ધવલ ઝાલાએ હત્યારાઓને ઝડપથી પકડી કડકમાં કડક સજા આપવા માંગ કરી છે. કયા કારણે અને કોણે કેવા સંજોગોમાં હત્યા કરાઇ તેને લઇ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.

મર્ડર@માલપુરઃ તિક્ષ્ણ હથિયાર વડે 2 ભાઇઓની દર્દનાક હત્યાથી ચકચાર

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના હેલોદર ગામે રહેતા વિક્રમભાઈ ઠાકોર અને મનુભાઈ ઠાકોર પિતરાઇ ભાઇઓ છે. આ બંને યુવકો ઠાકોર સેનાની ગ્રામ સમિતિઓમાં પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકે સામાજિક સેવાઓ આપતા હતા. ગઇકાલે બંને પિતરાઇ ભાઈઓ કોઈકને મળવા ગયા બાદ અચાનક બંન્નેના મોબાઈલ ફોન સ્વીચ ઓફ થઈ જતા પરિવારજનો ગભરાહટમાં આવી ગયા હતા. ભારે ચિંતા વચ્ચે બંને યુવકોની શોધખોળ શરૂ કરી હતી. જો કે પરિવારની આશા વચ્ચે આજે વહેલી સવારે ગામની સીમમાં બન્ને પિતરાઈ ભાઈઓનો મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે,હેલોદર ગામના બંને યુવકો ઠાકોર સેના સંગઠનમાં સામાજિક સેવાઓ આપતા હતા. આ દરમિયાન સંગઠનની બાબતે અથવા વ્યક્તિગત રીતે કોઇની સાથે ઘર્ષણ થયુ હતુ કે કેમ? હત્યારાઓ કેવા આશયથી અને કેમ ડબલ મર્ડર કરી લાશ ફેકી નાસી ગયા તે સહિતના સવાલો પોલીસ તપાસમાં અગત્યના બની ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મર્ડર@માલપુરઃ તિક્ષ્ણ હથિયાર વડે 2 ભાઇઓની દર્દનાક હત્યાથી ચકચાર મર્ડર@માલપુરઃ તિક્ષ્ણ હથિયાર વડે 2 ભાઇઓની દર્દનાક હત્યાથી ચકચાર મર્ડર@માલપુરઃ તિક્ષ્ણ હથિયાર વડે 2 ભાઇઓની દર્દનાક હત્યાથી ચકચાર

 

 

 

 

 

 

 

 

પંથકમાં વહેલી સવારે ડબલ મર્ડરની ઘટનાને પગલે પોલીસ વડા સહિત જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે માલપુર મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને વર્તમાન ધારાસભ્ય જશુભાઈ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બે આશાસ્પદ પિતરાઈ ભાઈઓની કરપીણ હત્યા થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા.