કચ્છ: BJPના સક્રીય સભ્ય સામે અંપગ યુવતિએ આપી દુષ્કર્મની ફરીયાદ

અટલ સમાચાર, ભુજ નલિયાનાં સામુહિક ફુષ્કર્મ કાંડ બાદ ફરી એકવાર કચ્છમાં દુષ્કર્મ કાંડ બહાર આવ્યુ છે. ભાજપનાં એક સક્રિય સભ્ય સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાતા હડકંપ મચી ગયો છે. માંડવી તાલુકાનાં પૂર્વ સરપંચ સામે તેમના સમાજની જ એક અપંગ યુવતીએ નોકરીને બહાને દુષ્કર્મ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ શખ્સ સામે
 
કચ્છ: BJPના સક્રીય સભ્ય સામે અંપગ યુવતિએ આપી દુષ્કર્મની ફરીયાદ

અટલ સમાચાર, ભુજ

નલિયાનાં સામુહિક ફુષ્કર્મ કાંડ બાદ ફરી એકવાર કચ્છમાં દુષ્કર્મ કાંડ બહાર આવ્યુ છે. ભાજપનાં એક સક્રિય સભ્ય સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાતા હડકંપ મચી ગયો છે. માંડવી તાલુકાનાં પૂર્વ સરપંચ સામે તેમના સમાજની જ એક અપંગ યુવતીએ નોકરીને બહાને દુષ્કર્મ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ શખ્સ સામે છેક ગુજરાત હાઈકોર્ટમાં પીડિત યુવતી દ્વારા પત્ર લખવાને કારણે પોલીસને પણ ફરિયાદ દાખલ કરવા સિવાય કોઈ વિકલ્પ ના હોવાથી ફરીયાદ દાખલ થઇ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના પીપરી ગામના પૂર્વ સરંપચ વાલજી ભવાનજી સંઘાર સામે એક અપંગ યુવતિ દુષ્કર્મની ફરીયાદ દાખલ કરાવી છે. પુર્વ સરપંચના પત્ની હાલ માંડવી તાલુકા પંચાયતમાં ભાજપી સભ્ય પણ છે. સુત્રોના મતે આ શખ્સને માથે સ્થાનિક ધારાસભ્યના ચાર હાથ છે. વાલજી ભવાનજી સંઘારે ૨૦૧૪થી મૂળ માંડવી તાલુકાનાં દરશડી ગામની અને હાલમાં ભુજમાં રહેતી એક વિકલાંગ યુવતીને નોકરી આપવાને બહાને દુષ્કર્મ કરતો આવ્યો હતો. સામાજિક પ્રસંગે મળેલી યુવતીને તેણે નોકરીની લાલચ આપ્યા પછી આ માથાભારે શખસ દ્વારા યુવતીનાં ખરાબ હાલતમાં ફોટા પાડવામાં આવ્યા હતા. અને આ ફોટા સોસીયલ મીડિયામાં મૂકી દેવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની વાત યુવતીએ પત્રમાં લખી છે.