કચ્છ: ભાજપના નેતાની માતાની હાથ-પગ બાંધી ઘાતકી હત્યાથી ચકચાર

અટલ સમાચાર, ભુજ ગાંધીધામના આદિપુર ખાતે રહેતા કચ્છ જિલ્લા ભાજપના યુવા અગ્રણીની 68 વર્ષીય માતાની સવારના પહોરમાં ધોળા દિવસે ગળું દબાવીને હત્યા કરી હોવાની બાબત સામે આવી છે. આ ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીમાં બનેલી આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ કરી છે. તેમની હત્યા થઈ તેની
 
કચ્છ: ભાજપના નેતાની માતાની હાથ-પગ બાંધી ઘાતકી હત્યાથી ચકચાર

અટલ સમાચાર, ભુજ

ગાંધીધામના આદિપુર ખાતે રહેતા કચ્છ જિલ્લા ભાજપના યુવા અગ્રણીની 68 વર્ષીય માતાની સવારના પહોરમાં ધોળા દિવસે ગળું દબાવીને હત્યા કરી હોવાની બાબત સામે આવી છે. આ ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીમાં બનેલી આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ કરી છે. તેમની હત્યા થઈ તેની શંકા ત્યારે ગઈ જ્યારે તેમના હાથ પગ બાંધેલી હાતલમાં તેઓ પડેલા મળ્યા હતા.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

કચ્છ જિલ્લા ભાજપના આઈટી સેલના કન્વીનર અને નરેન્દ્ર મોદી વિચાર મંચના યુવા વિંગના જિલ્લા પ્રમુખ એવા પ્રેમ ઉત્તમંદ ચંદાણીના 68 વર્ષીય માતા મોહિનીબહેન ઉત્તમચંદ ચંદાણી બપોરના સમયે નીચે પડેલી હાલતમાં મળ્યા હતા. જોકે પ્રારંભીક ધોરણે તેમને કોઈ તકલીફના કારણે પડી ગયા હોય તેવું માન્યું પરંતુ જ્યારે તેમના હાથ પગ બાંધેલી હાલતમાં હતા ત્યારે તે જોઈ અંદાજ આવ્યો કે હત્યા થઈ હશે જેની જણ બાદમાં પરિવારજનોને કરવામાં આવી હતી.

ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસે ડોગ સ્કવૉડની મદદ લેવાઈ છે. એસપી પરિક્ષીતા રાઠોડના કહ્યા પ્રમાણે, હત્યા ગળુ દબાવીને કરાઈ હોવાનું અનુમાન છે. સાથે જ પોલીસનું કહેવું છે કે તેમની સોનાની બંગડીઓ અને વીંટી મળી આવ્યા નથી એટલે હાલ પોલીસ લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાની દીશામાં તપાસ કરી રહી છે. જોકે પોલીસ માટે કપરું એ છે કે અહીં કોઈ સીસીટીવી પણ નથી.