કચ્છ: BSFએ પેટ્રોલીંગ દરમ્યાન હરામીનાળામાંથી 5 પાકિસ્તાની બોટ ઝડપી

અટલ સમાચાર,ભુજ હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ પાકિસ્તાન ગમે તેમ કરીને ભારતમાં આતંકીઓને ઘૂસડવાની નાકામ પ્રયત્નો કરી રહ્યું છે. સિરક્રીક સહિતના ક્રીક વિસ્તાર તેમજ આંતરરાષ્ટ્રિય જળસીમાને સ્પર્શતા ખુલ્લા દરિયામાં ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાતા પેટ્રોલીંગ પર નજર રાખવા સાથે આ વિસ્તાર પર પોતાનો પગદંડો જમાવવાની પેરવી
 
કચ્છ: BSFએ પેટ્રોલીંગ દરમ્યાન હરામીનાળામાંથી 5 પાકિસ્તાની બોટ ઝડપી

અટલ સમાચાર,ભુજ

હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં જોરદાર તણાવ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ પાકિસ્તાન ગમે તેમ કરીને ભારતમાં આતંકીઓને ઘૂસડવાની નાકામ પ્રયત્નો કરી રહ્યું છે. સિરક્રીક સહિતના ક્રીક વિસ્તાર તેમજ આંતરરાષ્ટ્રિય જળસીમાને સ્પર્શતા ખુલ્લા દરિયામાં ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા કરાતા પેટ્રોલીંગ પર નજર રાખવા સાથે આ વિસ્તાર પર પોતાનો પગદંડો જમાવવાની પેરવી પાકિસ્તાન કરી રહ્યું છે. હાલ કચ્છના હરામીનાળામાંથી 5 પાકિસ્તાની બોટ ઝડપાઇ હોવાની ઘટના સામે આવી છે.

કચ્છના હરામીનાળામાંથી 5 પાકિસ્તાની બોટ ઝડપાઇ હોવાની ઘટના સામે આવતા BSFએ પેટ્રોલિંગ સતર્ક કરી નાખ્યું છે. આ ઘટના પણ BSFએ પેટ્રોલિંગ દરમિયાન ઝડપી છે. BSFએ બોટમાં સવાર ઘૂસણખોરોને પકડવા માટે કોમ્બિંગ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પહેલા પણ કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. બન્ને બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી.