કચ્છ@ ભૂકંપઃ 10 દિવસમાં બીજીવાર કચ્છની ધરા ધ્રુજી, 3.2ની તિવ્રતાનો આંચકો

અટલ સમાચાર. ડેસ્ક ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે બુધવારે બપોરના 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ પ્રસર્યો હતો. જોકે કંપનની તિવ્રતા ઓછી હોવાથી કોઇ નુકશાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી. કચ્છ જિલ્લાના રાપરથી 23 કિલોમીટર દૂર દક્ષીણ-પશ્વિમમાં કેન્દ્રબિદુ નોધાયુ છે. બપોરે આંચકા પહેલા સવારે 10 વાગ્યે પણ 2.2ની તિવ્રતાનો આંચકો નોધાયો હતો. બપોરે 2 વાગ્યે અને
 
કચ્છ@ ભૂકંપઃ 10 દિવસમાં બીજીવાર કચ્છની ધરા ધ્રુજી, 3.2ની તિવ્રતાનો આંચકો

અટલ સમાચાર. ડેસ્ક

ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે બુધવારે બપોરના 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ પ્રસર્યો હતો. જોકે કંપનની તિવ્રતા ઓછી હોવાથી કોઇ નુકશાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી. કચ્છ જિલ્લાના રાપરથી 23 કિલોમીટર દૂર દક્ષીણ-પશ્વિમમાં કેન્દ્રબિદુ નોધાયુ છે. બપોરે આંચકા પહેલા સવારે 10 વાગ્યે પણ 2.2ની તિવ્રતાનો આંચકો નોધાયો હતો. બપોરે 2 વાગ્યે અને 25 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો જેની તિવ્રતા 3.2 હતી. જૂન મહિનામાં બીજી વાર ભૂકંપના આંચકો આવ્યા છે.લોકોમાં 2001ના ભયાનક ભૂકંપની યાદ તાજી થઇ જવા પામી હતી.

અગાઉ 14મી જુનના કચ્છ સહિત ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર, વડોદરામાં ભૂકંપ અનુભવાયો હતો. જેનું એપી સેન્ટર કચ્છના ભચાઉ નજીકનું વોંઘ ગામ નજીક હતું. ભૂકંપની તિવ્રતા 5.3 હતી. માત્ર કચ્છ જ નહીં પરંતુ રાજકોટ, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ઉપરાંત પાટણ, બેચરાજી સહિતના ઉત્તર ગુજરાતના ભાગોને પણ હચમચાવી દીધા હતા. આ ભૂકંપના આંચકા છેક અમદાવાદ અને વડોદરા સુધી પણ અમુક સેકન્ડ સુધી અનુભવાયા હતા.

ત્યારબાદ 15 જૂનના 4.6 મેગ્નિટ્યુડનો આંચકો અનુભવાયો છે. તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિલોમીટર NNE હતું.ઉપરાંત બપોરે 1.1 કલાકે રાજકોટથી 78 કિલોમીટર દૂર 4.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. જેનુ કેન્દ્રબિંદુ પણ કચ્છનું ભચાઉ હતું