કચ્છ: કોરોનામાં ઇતિહાસમાં પહેલી વાર માતાનો મઢ નવરાત્રિમાં બંધ રહેશે

અટલ સમાચાર, ડેસ્ક કોરોના કાળમાં તૂટશે 1600 વર્ષની પરંપરા. આશાપુરા માતાના મઢમાં નહીં યોજાય આસો નવરાત્રિ. ક્ચ્છ ધણીયાણી આશાપુરામાંનો મહિમા અપરંપાર છે. નવરાત્રી નજીક આવતા માઇભક્તો કચ્છમાં પગપાળા માતાજીના દર્શન કરવા ક્ચ્છ ભણી આવે છે અને નવરાત્રિમાં તો અહીં 10 લાખ ભાવિકો દર્શનનો લાભ લે છે. જેને ધ્યાનમાં રાખતા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ નહીં તે
 
કચ્છ: કોરોનામાં ઇતિહાસમાં પહેલી વાર માતાનો મઢ નવરાત્રિમાં બંધ રહેશે

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના કાળમાં તૂટશે 1600 વર્ષની પરંપરા. આશાપુરા માતાના મઢમાં નહીં યોજાય આસો નવરાત્રિ. ક્ચ્છ ધણીયાણી આશાપુરામાંનો મહિમા અપરંપાર છે. નવરાત્રી નજીક આવતા માઇભક્તો કચ્છમાં પગપાળા માતાજીના દર્શન કરવા ક્ચ્છ ભણી આવે છે અને નવરાત્રિમાં તો અહીં 10 લાખ ભાવિકો દર્શનનો લાભ લે છે. જેને ધ્યાનમાં રાખતા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ નહીં તે માટે આ વર્ષે ઇતિહાસમાં પહેલી વાર સદીઓની પરંપરા તૂટશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આશાપુરા માં ની મૂર્તિમાં સાત તેજસ્વી નેત્રો આવેલા છે માનવામાં આવે છે કે જે કોઈને આંખોની રોશની નાં હોય એ અહીંયા આવીને માતાજીની માનતા રાખે તો આશાપુરા માં જીવનમાં છવાયેલો અંધકાર દૂર કરી દે છે. રાજાશાહી સમય દરમિયાન આ મંદિર બનાવવામાં આવ્યું હતુ. કચ્છનો રાજ પરિવાર માતાજીનાં પ્રથમ સેવક માનવામાં આવે છે. આ મંદિરનાં ગર્ભગૃહમાં અને માતાનાં અલૌકિક સ્વરૂપનાં દર્શન કરી ભાવિકો ધન્ય બને છે. આશાપુરા તેમના દ્વારે આવતા સૌ ભક્તોની આશા પૂરી કરે છે તેથી જ આશાપુરા નામ કહેવાય છે. આશાપુરાનું દિવ્ય સ્વરૂપ સૌ કોઈને આકર્ષિત કરે છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોનાના કારણે મંદિરમાં દર્શનનો લાભ નહીં મળી શકે. હાલ પ્રાંત અધિકારી અને જાગીરના ટ્રસ્ટીઓની બેઠકમાં કોરોનાના સંક્રમણને લઇને ભક્તો માટે મંદિર બંધ રાખવા નિર્ણય લેવાયો છે..આ અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામા આવ્યું જેમાં 13 થી 25 ઓકટોંબર સુધી દ્વાર બંધ રહેશે.