કચ્છઃ આજે કચ્છી માળુઓનું નવુ વર્ષ, મુજો કચ્છડો બારે માસ

અટલ સમાચાર, મહેસાણા અષાઢી બીજની કચ્છમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. કચ્છી નવા વર્ષની ઉજવણી માટે ઠેરઠેર સ્નેહમિલન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. ધરતીપુત્રો આજથી વાવણીનો પ્રારંભ કર્યો હતો. ભુજમાં દરબારગઢમાં સાંજના 5.45 કલાકે કાર્યક્રમ યોજાશે. કચ્છના કાંઠે વસતા દરિયા ખેડૂતો દરિયાની પુજા તેમજ વડીલોને સાકર-નાળીયેર આપી નવા વરસના આશીર્વાદ મેળવવાની પરંપરા સાથે લોકો
 
કચ્છઃ આજે કચ્છી માળુઓનું નવુ વર્ષ, મુજો કચ્છડો બારે માસ

અટલ સમાચાર, મહેસાણા

અષાઢી બીજની કચ્છમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. કચ્છી નવા વર્ષની ઉજવણી માટે ઠેરઠેર સ્નેહમિલન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. ધરતીપુત્રો આજથી વાવણીનો પ્રારંભ કર્યો હતો. ભુજમાં દરબારગઢમાં સાંજના 5.45 કલાકે કાર્યક્રમ યોજાશે. કચ્છના કાંઠે વસતા દરિયા ખેડૂતો દરિયાની પુજા તેમજ વડીલોને સાકર-નાળીયેર આપી નવા વરસના આશીર્વાદ મેળવવાની પરંપરા સાથે લોકો એકબીજાને નવા વરસના સાલ મુબારક પાઠવ્યા હતા. ખાસ કરીને આજના દિવસથી કચ્છી માળુ (લોકો) વરસાદ પડવાની આશા બાંધે છે.

કચ્છઃ આજે કચ્છી માળુઓનું નવુ વર્ષ, મુજો કચ્છડો બારે માસ

આજે અષાઢી બીજના અવસરે કચ્છીઓ નવા વર્ષની ઊજવણી કરે છે. દેશમાં ઠેર ઠેર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ ઊજવાય છે જ્યારે કચ્છમાં નવા વર્ષનો પ્રારંભ થાય છે. આજથી કચ્છમાં નવું વર્ષ બેસે છે. વડાપ્રધાન મોદીનો કચ્છ સાથેનો નાતો જૂનો છે. કચ્છના ભૂકંપથી ગુજરાતના સીએમ તરીકે પ્રસ્થાપિત થનારા નરેન્દ્ર મોદી કચ્છની પ્રજા સાથેના તેમના સંબંધોને અવારનવાર ઉજાગર કરતા રહે છે. આજે કચ્છી નવ વર્ષ નિમીતે પીએમ મોદીએ કચ્છીઓને તેમની જ ભાષામાં શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ ટ્વીટર પર લખ્યું, ‘ કચ્છી નયો વરહ અષાઢી બીજ જી મડે ભેણુ કે જજી વધાઇયું. નયો વરહ આઈ મડે કે સુખ સમૃદ્ધિ અને શાંતિ ડે અને મડેજા મનોરથ પૂરા થીયે એડી મુજી જજી જજી શુભકામના’

વડાપ્રધાન મોદીએ આ ટ્વીટર કર્યા બાદ જ સોશિયલ મીડિયામાં ટ્વીટ વાયરલ થઈ ગયું હતું. સીએમ રૂપાણી સહીત ભાજપના અનેક નેતાઓએ તેને રીટ્વીટ કર્યુ હતું.

વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું કે, ‘ એકમેકમાં ભાવરે-ભેણે કે લખ લખ વધાઇયું અષાઢી બીજ નૂતન વર્ષના અવસરે વિશ્વભરમાં વસતા કચ્છી સૌ માંડુઓને અંતઃ કરણપૂર્વકની શુભેચ્છાઓ. કચ્છી નૂતન વર્ષ સુખ-સમૃદ્ધિ અને સુખાકારી લાવનારૂં બને તેમજ કચ્છીઓ પોતાના ખમીર-ઝમીરથી સદાકાળ ગુજરાતીપણું છલકાવી વિકાસયાત્રાના સહભાગી બને એવી શુભકામનાઓ.’