અટલ સામાાચાાર ,પાલનપુર
લાખણી APMCની ચૂંટણીમાં ભાજપની પેનલે જીત મેળવી છે. પેનલના અલગ અલગ વિભાગના 14 ડિરેક્ટરો બીનહરીફ ચૂંટાયા છે. લાખણી APMCની પહેલી ચૂંટણીમાં જીત મેળવતા ભાજપમાં ખુશીની લહેર છવાઈ છે.
2015 માં ડીસા APMC માંથી લાખણી APMCનું વિભાજન કરીને લાખણીને અલગથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો દરજ્જો અપાયો હતો. વર્ષ 2015 માં સરકારે 17 સભ્યોની કમિટિને લાખણી APMCનો વહીવટ સોપ્યો હતો. 2018 વ્યવસ્થાપક મંડળીની મુદ્દત પૂર્ણ થતાં લાખણી APMCની ચૂંટણી યોજવામાં આવી હતી.લાખણી APMC માં યોજવામાં આવેલી પ્રથમ ચૂંટણીમાં જીત મળવાથી ભાજપમાં ખૂશીનો માહોલ છે.