લાખણી: રેલ્વે નીચે પડતું મુકી ખેડૂતે આત્મહત્યા કરી લેતા ચકચાર

અટલ સમાચાર, ડીસા બનાસકાંઠા જીલ્લાના ખેડુતે મંગળવારે આત્મહત્યા કરી લેતા સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડુત આલમમાં ચકચાર મચી ગઇ છે. ડીસા તાલુકાના દામા ગામના ભેમાજી ઠાકોરે ભયંકર મુશ્કેલીની વચ્ચે જીવન ટુંકાવી દીધુ છે. જેનાથી પરિવાર અને સગાસંબંધીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. પોલીસે સમગ્ર મામલે મૃતકની લાશની પી.એમ. અર્થે
 
લાખણી: રેલ્વે નીચે પડતું મુકી ખેડૂતે આત્મહત્યા કરી લેતા ચકચાર

અટલ સમાચાર, ડીસા

બનાસકાંઠા જીલ્લાના ખેડુતે મંગળવારે આત્મહત્યા કરી લેતા સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડુત આલમમાં ચકચાર મચી ગઇ છે. ડીસા તાલુકાના દામા ગામના ભેમાજી ઠાકોરે ભયંકર મુશ્કેલીની વચ્ચે જીવન ટુંકાવી દીધુ છે. જેનાથી પરિવાર અને સગાસંબંધીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. પોલીસે સમગ્ર મામલે મૃતકની લાશની પી.એમ. અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસાના દામાં ગામના ખેડુત ભેમાજી ઠાકોર મંગળવારે સવારે લાખણી તાલુકાના ગોઢા ગામે ગયા હતા. જયાં ભારે મુંઝવણ અને હતાશાની વચ્ચે જીવન ટુંકાવી દેવાનો વિચાર કરી રેલ્વે નીચે પડતું કર્યુ હતુ. ખેડુતની આત્મહત્યાને પગલે કિશાનોમાં દુ:ખ અને ગમગિની વ્યાપી ગયા છે. ઘટનાની જાણ થતા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.