લતા મંગેશકરની હાલત હજી ગંભીર, બોલિવુડ કરી રહ્યું છે પ્રાર્થના

અટલ સમાચાર, ડેસ્ક લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેના પછી તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. હવે તેમના સ્વાસ્થ્યને લઈને નવી અપડેટ આવી છે. તે હાલ આઇસીયૂમાં છે, પણ તેમના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિશે ડૉક્ટરે આપ્યું નિવેદન મુંબઇ મિરરે ડૉક્ટરના નિવેદન દ્વારા લખ્યું છે કે
 
લતા મંગેશકરની હાલત હજી ગંભીર, બોલિવુડ કરી રહ્યું છે પ્રાર્થના

અટલ સમાચાર, ડેસ્ક

લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેના પછી તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. હવે તેમના સ્વાસ્થ્યને લઈને નવી અપડેટ આવી છે. તે હાલ આઇસીયૂમાં છે, પણ તેમના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.

સ્વાસ્થ્ય વિશે ડૉક્ટરે આપ્યું નિવેદન

મુંબઇ મિરરે ડૉક્ટરના નિવેદન દ્વારા લખ્યું છે કે હાલ તેમનું સ્વાસ્થ્ય નાજુક છે. ડૉક્ટર પ્રતીત સમદાનીએ મંગળવારે મુંબઇ મિરર સાથે વાત કરતાં કહ્યું કે, “હાલ તે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે, પણ તેમના સ્વાસ્થ્યમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. તેમનું ઇન્ફેક્શન હાલ કન્ટ્રોલમાં છે. તેમની તબિયત હજી પણ નાજુક છે. આ સમયે કંઇ પણ કહેવું મુશ્કેલ છે. અમે સતત તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખીએ છીએ. અમે તેમના જલ્દી સ્વસ્થ થઈ જવાની કામના કરીએ છીએ.”

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

હિન્દી ફિલ્મ સંગીતમાં ચાર દાયકા સુધી નંબર વન રહેલી સ્વરકિન્નરી લતા મંગેશકરની તબીયત હજુ પણ ગંભીર હોવાની માહિતી જાણકાર સૂત્રો તરફથી મળી હતી. આવરદાના દસમા દાયકામાં રહેલાં લતાજીને શ્વાસની તકલીફ થતાં ગયા સપ્તાહે મુંબઇની હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.

અત્યારે સમગ્ર બોલિવૂડ લતાજીના આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યું હતું. (યોગાનુયોગ એવો છે કે લતાજીની જેમ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ હાલ બિછાનાવશ છે.) જો કે લતાજીની તબિયત વધુ ગંભીર છે.