LCB@મહેસાણા: ચૂંટણી પહેલાં વિદેશી દારૂ ભરેલ કાર સાથે 5.68 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં સઘન પેટ્રોલિંગમાં રહેલ મહેસાણા LCBની ટીમે મધરાતે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. ગઇકાલે મોડીરાત્રે મહેસાણા LCB PI સહિતની ટીમ મેવડ ટોલટેક્ષ પાસે ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી કાર આવતાં તેને કોર્ડન કરી ચાલકને ઝડપી પાડ્યો છે. LCBએ કારમાંથી વિદેશી
 
LCB@મહેસાણા: ચૂંટણી પહેલાં વિદેશી દારૂ ભરેલ કાર સાથે 5.68 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં સઘન પેટ્રોલિંગમાં રહેલ મહેસાણા LCBની ટીમે મધરાતે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. ગઇકાલે મોડીરાત્રે મહેસાણા LCB PI સહિતની ટીમ મેવડ ટોલટેક્ષ પાસે ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી કાર આવતાં તેને કોર્ડન કરી ચાલકને ઝડપી પાડ્યો છે. LCBએ કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી કુલ 1.61 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે કુલ 5.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુલ 3 ઇસમ સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી અભય ચુડાસમા અને મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને મહેસાણા LCB PI ના વડપણ હેઠળની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન મહેસાણા-અમદાવાદ હાઇવે પર મેવડ ટોલટેક્ષ પાસે બાતમી આધારે પંચો સાથે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમી મળેલ કાર આવતાં તેને બેરીકેટીંગ કરી કોર્ડન કરી ઝડપી પાડી હતી. જેમાંથી ચાલક મુકેશભાઇ ભીખાભાઇ રાઠોડ (મારવાડી), રહે.અમદાવાદ(છારાનગર)ને ઝડપી તલાશી લેતાં અંદરથી 1.61 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

LCB@મહેસાણા: ચૂંટણી પહેલાં વિદેશી દારૂ ભરેલ કાર સાથે 5.68 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં મહેસાણા LCB PI રાઠોડના માર્ગદર્શન હેઠળ છાશવારે પ્રોહિબિશન લગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઇકાલે મધરાત્રે મેવડ ટોલટેક્ષ નજીકથી રાજસ્થાનથી આવતી કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-361 કિ.રૂ.1,61,800 નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે મોબાઇલ નંગ-1, કિ.રૂ.5,000, રોકડ રકમ રૂ.2,000 કારની કિ.રૂ. 4,00,000 મળી કુલ કિ.રૂ.5,68,800નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે દારૂ લઇ જનાર મુકેશ રાઠોડ, દારૂ ભરી આપનાર સુનિલ દરજી અને દારૂ મંગાવનાર શ્રવણ રાજપુરોહીત કુલ 3 ઇસમ સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે. પોલીસે ત્રણેય સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચૂંટણી પહેલા નાઇટ પેટ્રોલિંગમાં LCBની કાર્યવાહી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને મહેસાણા SPના આદેશ મુજબ સતત સતર્ક રહેલ મહેસાણા LCBની ટીમે મોડીરાત્રે કાર્યવાહી કરી છે. જેમાં મહેસાણા LCB PI બી.એચ.રાઠોડ, PSI એ.કે.વાઘેલા, એસ.બી.ઝાલા, ASI દિનેશભાઇ, ગુલાબસિંહ, રત્નાભાઇ, HC હેમેન્દ્રસિંહ, રશ્મેન્દ્રસિંહ અને લાલાજી સહિતની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન વિદેશી દારૂ ભરેલી કાર સાથે ઇસમને ઝડપી પાડ્યો છે.

LCB@મહેસાણા: ચૂંટણી પહેલાં વિદેશી દારૂ ભરેલ કાર સાથે 5.68 લાખનો મુદ્દામાલ જપ્ત
જાહેરાત