LCB@પાટણ: 17 જુગારીઓની અટકાયત, 4.89 લાખનો મુદ્દામાલ ઝબ્બે

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) પાટણ એલસીબીએ બાતમી આધારે માનપુર ગામની સીમમાં જુગાર રમતા 17 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. એલસીબીએ અન્ય ચાર ફરાર ઇસમોની શોધખોળ પણ આદરી છે. આ સાથે 4.89 લાખનો જુગાર સાહિત્યનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
LCB@પાટણ: 17 જુગારીઓની અટકાયત, 4.89 લાખનો મુદ્દામાલ ઝબ્બે

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

પાટણ એલસીબીએ બાતમી આધારે માનપુર ગામની સીમમાં જુગાર રમતા 17 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. એલસીબીએ અન્ય ચાર ફરાર ઇસમોની શોધખોળ પણ આદરી છે. આ સાથે 4.89 લાખનો જુગાર સાહિત્યનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

LCB@પાટણ: 17 જુગારીઓની અટકાયત, 4.89 લાખનો મુદ્દામાલ ઝબ્બે

પાટણ જીલ્લા પોલીસ વડા અક્ષયરાજે દારૂ-જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સુચના આપી હતી. જે આધારે પાટણ એલસીબી પી.આઇ. કે.જે.ઘડુકના માર્ગદર્શન પો.સ.ઇ. જે.કે.ડોડીયા અને તેમની ટીમ કામગીરીમાં હતી. આ દરમ્યાન બાતમી આધારે તેમને પાટણના માનપુર ગામની સીમમાં પટેલ(ઢાંખ) રમેશભાઇ શંકરભાઇના ખેતરમાં રેડ કરતા એલસીબી ટીમ ચોંકી ગઇ હતી. એલસીબીએ શેઢા ઉપર ખુલ્લામાં પૈસા પાનાનો, અંદર-બહારનો, હાર-જીતનો, હાજરનો આંક- ફરકનો જુગાર રમી રમાડતા કુલ 17 ઇસમોને રોકડ રકમ રૂ.11,170 સાથે અટકાયત કરી છે.

LCB@પાટણ: 17 જુગારીઓની અટકાયત, 4.89 લાખનો મુદ્દામાલ ઝબ્બે

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસ રેડ દરમ્યાન તોસીબભાઇ મન્સુરી રહે સંખારી તા.પાટણ, મહેબુબભાઇ બલોચ રહે પાટણ, બાઇક લઇને જુગાર રમવા આવેલ ઇસમ અને ખેતર માલિક પટેલ રમેશભાઇ શંકરભાઇ રહે માનપુર તા.પાટણ ફરાર થઇ ગયા હતા. એલસીબીએ બાતમી આધારે કરેલી રેડમાં જુગાર સાહિત્ય રોકડ રકમ મળી કુલ રૂ.4,89,870નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓ

  • અજીતજી ચમનજી નાથાજી ઠાકોર, રહે.પાટણ,ખાલકપુર,તા.જી.પાટણ
  • રવિ ભુપતભાઇ ઇશ્વરભાઇ મોચી, રહે.હાંસલપુર, પુર્ણીમા નગર સોસાયટી તા.જી.પાટણ
  • વિક્રમભાઇ કરશનભાઇ કુબેરભાઇ પટેલ, રહે.એ-2 વૃદાવન સોસાયટી, જી.ઇ.બી.પાસે, તા.જી.પાટણ
  • ચિરાગ દલપતભાઇ વાઘજીભાઇ મોચી, રહે.લસણીયાવાડો, પાણીની ટાંકી પાસે, પાટણ તા.જી.પાટણ
  • પ્રકાશભાઇ આત્મારામ વાઘાજીભાઇ સથવારા, રહે.હાંસલપુર પુર્ણીમાંનગર સોસાયટી તા.જી.પાટણ
  • વસિમભાઇ મહમદભાઇ તાજમીયા શેખ, રહે.નાના મુલ્લાવાડ, ઓશવારાની પોળ સામે, પાટણ તા.જી.પાટણ
  • રફીકભાઇ સિરાજભાઇ ગીરીભાઇ રેશ, રહે.નાના મુલ્લાવાડ ઓશવારની પોળ સામે, પાટણ તા.જી. પાટણ
  • વિક્રમભાઇ વિઠ્ઠલભાઇ મોહનભાઇ મોચી, રહે.સિધ્ધપુર અશોક સિનેમા રોડ, એલ.એસ.હાઇસ્કૂલ સામે તા.જી.પાટણ
  • ઇમરાન ગુલામરસુલ અલ્લારખાભાઇ મન્સુરી, રહે.સિધ્ધપુર મામુવાલાની ચાલી, તા.સિધ્ધપુર જી.પાટણ
  • કમાલમીયા ઉસ્માનમીયા અલીમીયા સૈયદ, રહે.સંખારી તા.જી.પાટણ
  • ઇલીયાસ રજ્જબભાઇ બુરાલભાઇ ધોબી રહે.પાટણ ધોબીની શેરી પાંચપાડાની બાજુમાં તા.જી.પાટણ
  • અલ્લારખાભાઇ ઇબ્રાહીમબાઇ હસનભાઇ શેખ, રહે.પાટણ આબુવાલાના ડેલા, તા.જી.પાટણ
  • જગદીશભાઇ જેસંગભાઇ પ્રભુદાસ પ્રજાપતિ, રહે.પાટણ નિલમ સિનેમા, પદ્મનાથની પોળ તા.જી.પાટણ
  • રાજુજી ભુપતજી ગજાજી ઠાકોર, રહે.સંખારી, તા.જી.પાટણ
  • નવાબખાન હૈદરખાન આલમખાન પઠાણ, રહે.પાટણ મુલ્લાવાડ મસ્જિદની પાછળ, તા.જી.પાટણ
  • શાહરૂખ રહેમાનભાઇ રસુલભાઇ સિપાહી, રહે.દેલમાલ ઇન્દીરાનગર, તા.ચાણસ્મા જી.પાટણ
  • સમીરભાઇ હુસેનભાઇ ગુલાબભાઇ આપાણી, રહે. સિધ્ધપુર અહેમદપુરા, તા.સિધ્ધપુર જી.પાટણ