LCB@સાંતલપુર: વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું, અધધધ….33.29 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર સાંતલપુર પંથકના સુઇગામ-સિધાડા હાઇવે પરથી લાખોનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયુ છે. પાટણ LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે પંચો સાથે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન સુઇગામ-સિધાડા રોડ પરથી ગાંધીધામ તરફ જતાં આ ટેન્કરને રોકાવી તલાશી લેતાં અંદરથી લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે LCBએ એક ઇસમ સહિત કુલ કિ.રૂ.33,29,800નો
 
LCB@સાંતલપુર: વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું, અધધધ….33.29 લાખનો મુદ્દામાલ જપ્ત

અટલ સમાચાર ડોટ કોમ, સાંતલપુર

સાંતલપુર પંથકના સુઇગામ-સિધાડા હાઇવે પરથી લાખોનો દારૂ ભરેલું ટેન્કર ઝડપાયુ છે. પાટણ LCBની ટીમે ચોક્કસ બાતમી આધારે પંચો સાથે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન સુઇગામ-સિધાડા રોડ પરથી ગાંધીધામ તરફ જતાં આ ટેન્કરને રોકાવી તલાશી લેતાં અંદરથી લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ સાથે LCBએ એક ઇસમ સહિત કુલ કિ.રૂ.33,29,800નો મુદ્દામાલ જપ્ત કરી સાંતલપુર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને પાટણ SP અક્ષયરાજે જીલ્લામાં પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCBના ઇન્ચાર્જ PI એ.બી.ભટ્ટ સહિતની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન અધધધ…. 23,14,800નો દારૂ ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ ચોક્કસ બાતમી આધારે સુઇગામ-સિધાડા હાઇવે પરથી ગાંધીધામ તરફ જતાં ટેન્કરે રોકી તેમાંથી તલાશી લીધી હતી. ટેન્કરમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાતાં ચકચાર મચી ગઇ છે.

LCB@સાંતલપુર: વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું, અધધધ….33.29 લાખનો મુદ્દામાલ જપ્ત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોરોનાકાળમાં પણ પાટણ LCBની ટીમ પ્રોહિબિશન લગત કામગીરીમાં સક્રિય રહેતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. LCBએ ટેન્કરમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ-536, બોટલ નંગ-6,432, કિં.રૂ.23,14,800નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ સાથે મોબાઇલ ફોનની કિ.રૂ.15,000 અને ટ્રેલરની કિ.રૂ.10,00,000 મળી કુલ કિ.રૂ.33,29,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે ચાલક બેનીવાલ (જાટ ચૌધરી) રૂપારામને ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશને એક્ટની કલમ 65(A)(E), 116-B, 98(2) મુજબ ગુનો રજીસ્ટર કરાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LCB@સાંતલપુર: વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું, અધધધ….33.29 લાખનો મુદ્દામાલ જપ્ત

કોરોનાકાળમાં LCBની સક્રિયતાથી લાખનો દારૂ ઝડપાયો

કોરોનાકાળ વચ્ચે પણ બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અપનાવતાં હોય છે. જોકે પાટણ LCBની સક્રિયતાને કારણે ફરી એકવાર લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. પાટણ LCBના ઇન્ચાર્જ PI એ.બી.ભટ્ટ, ASI અંબાબાલ, AHC વિપુલભાઇ, લાલાભાઇ, APC વિનોદકુમાર, મોડજીજી, APC ધવલકુમાર, બિપીનભાઇ અને ડ્રા.PC બલવંતસિંહ સહિતના સ્ટાફે મોટી કાર્યવહી કરી છે.