વિધાનસભા@ગુજરાત: કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે ચોમાસુ સત્ર શરૂ, નીતિન પટેલ મોડા પડ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાત વિધાનસભામાં આજ થી ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. આજે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે શરૂ થયેલા ચોમાસુ સત્રમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મોડા પડ્યાં હતા. આ સત્રમાં વિધાનસભા ગૃહમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પાટલી થપથપાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર અધ્યક્ષ તરીકે મહિલા નિમાબેન આચાર્યની
 
વિધાનસભા@ગુજરાત: કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે ચોમાસુ સત્ર શરૂ, નીતિન પટેલ મોડા પડ્યાં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત વિધાનસભામાં આજ થી ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. આજે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે શરૂ થયેલા ચોમાસુ સત્રમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મોડા પડ્યાં હતા. આ સત્રમાં વિધાનસભા ગૃહમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પાટલી થપથપાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર અધ્યક્ષ તરીકે મહિલા નિમાબેન આચાર્યની વરણી કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે આજે વિધાનસભા અધ્યક્ષ તરીકે પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યની વરણી થઇ છે. જોગવાઈ પ્રમાણે, ગૃહ શરૂ થયુ ત્યારે સૌ પહેલા જ અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પછી સર્વાનુમતે તેમની વરણી કરવામાં આવી છે. આ પછી ગૃહની કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો છે. સીએમ અને વિપક્ષના નેતા નીમાબેનને સ્પીકર ચેર સુધી સન્માનપુર્વક દોરી ગયા હતા. ગુજરાતના સંસદીય ઇતિહાસમાં આજનો દિવસ મહત્વનો છે. 1960થી આજે પહેલી વખત મહિલા વિધાનસભા અધ્યક્ષ બન્યા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્પીચ દરમ્યાન નીતિન પટેલ ગૃહમાં મોડા આવ્યા હતા. ગઇકાલે ધારાસભ્યોની બેઠકમાં પણ નીતિન પટેલે મોડી હાજરી આપી હતી. નીતિન પટેલના આગમન સમયે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે જોરથી બૂમ પાડીને આવકાર્યા હતા. નીતિન પટેલે વિધાનસભાના નવા સ્પીકર નીમાબેન આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા. જે બાદ નીતિન પટેલે કહ્યું હતુ કે, અત્યાર સુધી વરસાદ ખેંચાયો હતો પણ નીમા બેનના આવવા સાથે વરસાદ પણ પડ્યો. વર્ષો પછી હવે ગુજરાતમાં વિધાનસભા અધ્યક્ષની કેબિનમા હવે મહિલાનો ફોટો પણ જોવા મળશે. આ તરફ ગૃહ શરૂ થતા પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. તેઓ વિધાનસભામાં પોસ્ટર પહેરીને આવ્યા હતા. તેમમે કોવિડ મૃતક પરિવારનો ૪ લાખ સહાય આપવાની માંગ સાથે કોરોના વોરિયરને નોકરી આપવાની પણ માંગ કરી હતી.