લાઇફસ્ટાઇલ: કોરોનામાં મધ અસલી છે કે નકલી, આવી રીતે ઓળખો

અટલ સમાચાર, ડેસ્ક આ સમાચાર વાંચીને તમને પણ આંચકો લાગી શકે છે કે, આપણે ત્યાં મધને અમૃત તુલ્ય માનવામાં આવ્યું છે. તેનો ઉપયોગ ઔષધી રૂપમાં થાય છે. પણ તેમાં ખુબ બધી ભેળસેળ કરવામાં આવી રહી છે. આ ફક્ત રસ્તાની બાજૂમાં મળતાં મધની નથી પણ નામી બ્રાન્ડેડ મધની પણ છે. આ ખુલાસો સેન્ટર ફોર સાયન્સ એન્ડ
 
લાઇફસ્ટાઇલ: કોરોનામાં મધ અસલી છે કે નકલી, આવી રીતે ઓળખો

અટલ સમાચાર, ડેસ્ક

આ સમાચાર વાંચીને તમને પણ આંચકો લાગી શકે છે કે, આપણે ત્યાં મધને અમૃત તુલ્ય માનવામાં આવ્યું છે. તેનો ઉપયોગ ઔષધી રૂપમાં થાય છે. પણ તેમાં ખુબ બધી ભેળસેળ કરવામાં આવી રહી છે. આ ફક્ત રસ્તાની બાજૂમાં મળતાં મધની નથી પણ નામી બ્રાન્ડેડ મધની પણ છે. આ ખુલાસો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એનવાયરોમેન્ટ એ કર્યો છે. CSEના મહાનિદેશક સુનીતા નારાયણે આજે કર્યો છે.

 

સુનીતા નારાયણે જણાવ્યું કે, ભારતીય બજારોમાં વેચાતુ મધમાં ખુબ બધી માત્રામાં શુગર સિરપની ભેળસેળ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ સંગઠને વર્ષ 2003 અને 2006 દરમિયાન સોફ્ટ ડ્રિંકમાં કીટનાશક હોય છે. હવે સવાલ એ ઉઠે છે કે, આખરે કેવી રીતે ઓળખીયે મધ અસલી છે કે નકલી. તે માટે અમે એક ઘરેલું નુસ્ખો કરીએ છીએ. જેનાંથી તમે ચપટીમાં મધની ગુણવત્તા અને તેમાં કેટલી મિલાવટ છે તે જાણી શકો છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મધની ગુણવત્તા જાણવા માટેની પહેલી રીત છે આપ મધનાં કેટલાંક ટીપા પાણીમાં નાખો. જો મધ પાણીમાં નીચે બેસી જાય છે તો આપ સમજી લેજો કે આપની પાસે જે મધ છે તે એકદમ અસલી છે. પણ આ મધ શુદ્ધ પાણીમાં મિક્સ થઇ જાય તો તે નકલી છે.

મધની ગુણવત્તા જાણવાની બીજી રીતમાં આપને આયોડિનની આવશ્યક્તા પડશે. આ વિધિમાં સૌથી પહેલાં આપને મધને પણીમાં મિક્સ કરવાનું છે અને હવે તેમાં થોડું આયોડીન ભેળવવાનું છે. જો આ મિક્સચર વાદળી રંગમાં બદલાઇ જાય છે તો સમજી લેજો તેમાં સ્ટાર્ચ કે લોટ ભેળવેલો છે. આપને પાસે જે મધ છે તે ભેળસેળ યુક્ત છે. આ વિધિમાં આપે બજારમાંથી આયોડીન ખરીદવાનું રહેશે.

ત્રીજી વિધિમાં આપે બ્લોટિંગ પેપર પર થોડુ મધ નાખવું. જો પેપર મધ ચુસી લે છે તો સમજી લેવું કે તે ભેળસેળ યુક્ત છે.

ચોથી વિધિમાં આપે એક લાકડીમાં રુ લપેટવું પછી તે લાકડીને મધમાં ડુબાડવી. રુ લપેટેલી લાકડીમાં માચિસથી આગ લગાવો. જો મધ બળવા લાગે તો સમજી લો તે શુદ્ધ છે.