લાઇફસ્ટાઇલઃ આ 7 વસ્તુઓ ભૂલથી પણ ન મુકવી ફ્રીઝમાં ખતરામાં મૂકાઈ શકે છે જીવન

અટલ સમાચાર, ડેસ્ક આપણને એવું હોય છે કે ખાદ્ય પદાર્થોને ફ્રીઝમાં મૂકવાથી તે લાંબો સમય સુધી તાજા રહે છે. પરંતુ આ ચીજોને ફ્રીઝમાં ભૂલથી પણ ન મૂકશો, નહીંતર તમારી તબીય ત બગડી શકે છે અને અનેક રોગથી ખતરામાં મુકાઈ શકો છે, અને કહેવાય છે કે, શરીર બગડ્યું તો જીવન બગડ્યું. જેથી જો તબીયત સાચવવી હોય
 
લાઇફસ્ટાઇલઃ આ 7 વસ્તુઓ ભૂલથી પણ ન મુકવી ફ્રીઝમાં ખતરામાં મૂકાઈ શકે છે જીવન

અટલ સમાચાર, ડેસ્ક

આપણને એવું હોય છે કે ખાદ્ય પદાર્થોને ફ્રીઝમાં મૂકવાથી તે લાંબો સમય સુધી તાજા રહે છે. પરંતુ આ ચીજોને ફ્રીઝમાં ભૂલથી પણ ન મૂકશો, નહીંતર તમારી તબીય ત બગડી શકે છે અને અનેક રોગથી ખતરામાં મુકાઈ શકો છે, અને કહેવાય છે કે, શરીર બગડ્યું તો જીવન બગડ્યું. જેથી જો તબીયત સાચવવી હોય તો, આટલી વસ્તુઓ ક્યારેય ફ્રીજમાં ન રાખવી.

બ્રેડઃ ફ્રીઝમાં મૂકવાથી તેનો સ્વાદ બિલકુલ બદલી જાય છે. અત્યાર સુધી ભલે નોટિસ ન કર્યું હોય તો એક વાર ધ્યાન આપો. ફ્રીઝમાં મૂકેલી બ્રેડ તમારા સ્વાસ્થ્યને ભારે નુક્સાન પહોંચાડે છે.

ટામેટાંઃ બજારમાંથી ખરીદેલાં ટામેટાં ફ્રીઝમાં ન મૂકવા જોઈએ. તેનાથી ટામેટાંની અંદરથી બગડવા લાગે છે. તેનાથી ટામેટાં ઝડપથી બગડવા લાગે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કૉફીઃ ભૂલથી પણ કૉફૂને ફ્રીઝમાં ન મૂકશો. જો તમે કૉફીને ફ્રીઝમાં મૂકશો તો તે ફ્રીઝમાં મૂકેલી અન્ય ચીજોની સુગંધ પણ ખેંચી લેશે. આ કારણે બાકીની ચીજો જલ્દી ખરાબ થઈ જાય છે.

કેળાઃ દરેક ફળોમાંથી કેળાં એક એવું ફળ છે જેને ભૂલથી પણ ફ્રીઝમાં ન મૂકવા જોઈએ. તાજાં કેળાં પણ ફ્રીઝમાં મૂકવાથી જલ્દી ખરાબ થઈ શકે છે. કેળાને ફ્રીઝમાં મૂકતાં જ તેમાંથી ઈથાઈલીન નામનો ગૅસ નીકળે છે, જેના કારણે તેના આજુ બાજુ મૂકેલા ફળો પણ જલ્દી ખરાબ થઈ જાય છે.

મધઃ મધને પણ ક્યારેય ફ્રીઝમાં ન મૂકશો. તેને સામાન્ટ જારમાં પણ બંધ કરીને રાખશો તો પણ તે વર્ષો સુધી ચાલશે. ફ્રીઝમાં મૂકવાથી તે ક્રિસ્ટલ બની જાય છે. તેમજ તે ગુણકારી પણ નથી રહેતું.

બટેટાંઃ બટેટાંને ફ્રીઝમાં મૂકવાથી તેના સ્ટાર્ચ શુગરમાં ફેરવાઈ જાય છે. જે શરીરને નુક્સાન પહોંચાડે છે. અને તેની સ્વાદ પર પણ અસર પડે છે.
તડબૂચઃ તડબૂચને પણ ફ્રીઝમાં ન મૂકવું જોઈએ. તેના કારણે તેના પૌષ્ટિક ગુણો નષ્ટ થાય છે.