લાઇફસ્ટાઇલઃ શિયાળામાં સૂકી અને ખરબચડી ત્વચા થશે મુલાયમ, અજમાવો આ ટિપ્સ

અટલ સમાચાર, ડેસ્ક શિયાળામાં જેમ-જેમ ઠંડી વધતી જાય છે તેમ-તેમ સ્કિન સૂકી થતી જાય છે. એવામાં કેમિકલવાળા લોશન્સ લગાવવાને બદલે ખોરાકમાં કેટલીક કાળજી રાખવાથી અને નેચરલ વસ્તુઓ લગાવવા સ્કિનની ડ્રાયનેસ દૂર કરી શકાય છે. શિયાળામાં તમારી સ્કિન પણ સૂકી અને ખરબચડી થઈ જાય છે. એવામાં સ્કિન પર રેશીઝ, ખંજવાળ આવવા જેવી સમસ્યા રહે છે. ચહેરાનો
 
લાઇફસ્ટાઇલઃ શિયાળામાં સૂકી અને ખરબચડી ત્વચા થશે મુલાયમ, અજમાવો આ ટિપ્સ

અટલ સમાચાર, ડેસ્ક

શિયાળામાં જેમ-જેમ ઠંડી વધતી જાય છે તેમ-તેમ સ્કિન સૂકી થતી જાય છે. એવામાં કેમિકલવાળા લોશન્સ લગાવવાને બદલે ખોરાકમાં કેટલીક કાળજી રાખવાથી અને નેચરલ વસ્તુઓ લગાવવા સ્કિનની ડ્રાયનેસ દૂર કરી શકાય છે. શિયાળામાં તમારી સ્કિન પણ સૂકી અને ખરબચડી થઈ જાય છે. એવામાં સ્કિન પર રેશીઝ, ખંજવાળ આવવા જેવી સમસ્યા રહે છે. ચહેરાનો ગ્લો પણ ઘટે છે. આ સમસ્યાને દૂર કરવા માટે ઘરમાં જ કેટલીક વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ કરવો જોઇએ. ચાલો જાણીએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શિયાળામાં યોગ્ય કાળજી રાખવામાં આવે તો હેલ્થ અને સ્કિન હેલ્ધી અને ગ્લોઇંગ બને છે. રોજ સવારે નહાતાં પહેલાં તલનું તેલ નવશેકું ગરમ કરીને તેનાથી માલિશ કરીને નહાવું જોઈએ. શિયાળામાં વાતાવરણમાંથી મોઈશ્ચર ઘટી જતું હોય અને એમાં ડ્રાય અને ઠંડા પવનના કારણે સ્કિન ખરાબ થવા લાગે છે. શિયાળામાં પિત્ત અને વાયુના દોષો વધી જાય છે જેના કારણે પણ સ્કિન ડ્રાય થઈને ફાટે છે.

શિયાળામાં સ્કિનમાં મોઈશ્ચર જળવાય રહે એવા ખોરાક ડાયટમાં સામેલ કરવા જોઈએ. ખાસ કરીને પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. ખોરાકમાં વિવિધ ફળો અને સૂપનું સેવન કરવું જોઈએ. રોજ ડાયટમાં 2 ચમચી માખણ ખાવું જોઈએ. જેનાથી સ્કિનનું મોઈશ્ચર વધે છે અને સ્કિન સ્મૂધ રહે છે. ખોરાકમાં તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ. વાયુની સમસ્યા રહેતી હોય તો રોજ રાતે 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી દિવેલ મિક્સ કરીને પીવું જોઈએ.

શિયાળામાં સ્કિન બને એટલી ઢાંકીને રાખવી જોઈએ. શિયાળામાં બહુ વધારે ગરમ પાણીથી નહાવું નહીં, નહીં તો તેનાથી સ્કિન અને વાળ બંનેને નુકસાન થાય છે. જેથી માપસર ગરમ પાણીથી જ નહાવું. સ્નાન કરવા માટે શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુમાં નવશેકા પાણીનો જ ઉપયોગ કરો. આના લીધે ત્વચાનો ગોરો રંગ જળવાઇ રહે છે અને શરદી-ખાંસી થવાની શક્યતા પણ ઓછી રહે છે.

વધારે પડતા ગરમ પાણીથી પણ સ્નાન ન કરવું. તેનાથી ત્વચાને હાનિ પહોંચવાની સાથોસાથ આખો દિવસ ઠંડી લાગે છે. શિયાળામાં સ્નાન કર્યા પછી કોપરેલથી આખા શરીર પર માલીશ કરો. એથી ત્વચા કોમળ અને મુલાયમ રહેશે. લોહીનું પરિભમણ સારી રીતે થશે. કોપરેલથી માલીશ કર્યા બાદ થોડો સમય તડકામાં બેસો. શિયાળામાં તડકામાં બેસવાનું ગમે છે, પણ સૂર્યના તડકામાં બેસવાથી અન્ય રોગ થવાની શક્યતા રહે છે. તડકામાં બેસતાં પહેલાં બને તો ત્વચા પર સનબ્લોક ક્રીમ અથવા લોશન અવશ્ય લગાવો.

શિયાળામાં હોઠ વારંવાર ફાટી જતાં હોય છે. ઘણી મહિલાઓ ફાટેલા હોઠની પોપડી વળી જાય તેને હાથથી ઉખેડે છે. આ રીતે હોઠ વધારે ફાટે છે. રોજ રાત્રે સૂતાં પહેલાં હોઠ પર વેસેલીન કે ઘી લગાવો. હોઠ કાળા ન પડી જાય એ માટે રોજ નિયમિત લપિબામ લગાવવાનું રાખો. આ ઉપરાંત, દૂધની મલાઇ પણ થોડી લઇને લગાવી શકો.