લાઇફસ્ટાઇલઃ ટાલિયા ના બનવું હોય તો પુરુષો કરે આ સરળ ઉપાય

અટલ સમાચાર, ડેસ્ક આજે નાની ઉંમરના યુવકોના માથામાં પણ ટાલ પડવા લાગી છે. વાળ ખરવાનો પ્રશ્ન જેટલો મહિલા માટે વિકટ છે તેટલો પુરુષો માટે પણ છે. મહિલાઓના વાળ તો લાંબા હોવાના કારણે તે હેરસ્ટાઇલ લઇને પણ થોડા સમય માટે છુપાવી શકે છે. પણ પુરુષો માટે વાળ ખરતા જ ટાલ પડવાની સમસ્યા ઊભી થાય છે. જેને
 
લાઇફસ્ટાઇલઃ ટાલિયા ના બનવું હોય તો પુરુષો કરે આ સરળ ઉપાય

અટલ સમાચાર, ડેસ્ક

આજે નાની ઉંમરના યુવકોના માથામાં પણ ટાલ પડવા લાગી છે. વાળ ખરવાનો પ્રશ્ન જેટલો મહિલા માટે વિકટ છે તેટલો પુરુષો માટે પણ છે. મહિલાઓના વાળ તો લાંબા હોવાના કારણે તે હેરસ્ટાઇલ લઇને પણ થોડા સમય માટે છુપાવી શકે છે. પણ પુરુષો માટે વાળ ખરતા જ ટાલ પડવાની સમસ્યા ઊભી થાય છે. જેને છુપાવવી તેટલી સરળ નથી. જો કે હવે વિજ્ઞાન આગળ વધી ગયું છે અને હેર ટ્રાંસપ્લાન્ટ જેવા અનેક ઉપાયો તમારી પાસે હાજર છે. પણ વાત હાથમાંથી નીકળી જાય તે પહેલા જ જો થોડી માવજત કરી લેશો તો આ સ્થિતિ નહીં આવે. વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોઇ શકે છે. પુરુષોમાં હોર્મોન્સના ફેરફાર, ટેન્સવાળી લાઇફસ્ટાઇલ, કેમિક્લ કે પાણીની સમસ્યા. વારસાગત કારણોથી પણ કેટલીક વાર તાલ થાય છે. જો કે ટાલની સમસ્યા હોય અને તો તમે ચોક્કસથી ડૉક્ટરની સલાહ લઇને તેનો ઇલાજ કરાવી શકો છો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પણ આજે અમે તમને એક તેવા ઉપચાર વિષે જણાવવા જઇ રહ્યા છે જેને અનેક લોકોએ અપનાવ્યો છે. અને તેનાથી તેમના વાળનો ગ્રોથ વધ્યો પણ છે. બની શકે કે આ ઉપચાર તમારા પર પણ કારગર સાબિત થઇ જાય. ડુંગળીના રસમાં તેવા અનેક ગુણો હોય છે જે વાળનો ગ્રોથ વધારવામાં અને ખરતા વાળને રોકવામાં મદદરૂપ થાય છે. જો તમારા વાળની ચામટી બહુ સેન્સીટીવ ના હોય તો તમે આ વસ્તુનો ટ્રાય કરી શકો. સૌથી પહેલા એક નાનો પેચ ટેસ્ટ કરો. જેમાં પાછળના ભાગમાં એક નાનકડા ભાગમાં ડુંગળીનો રસ લગાવો અને 15 મિનિટ રાખી સાફ કરી લો. જો આમ કરતા તમને અતિશય પીડા કે આવું કર્યાના એક બે દિવસમાં ત્યાં બળતરા કે ખંજવાયની સમસ્યા થતી હોય તો આ ઉપાય રહેવા દો.

એક મોટી ડુંગળીને મિક્સીની અંદર ક્રશ કરી લો. તે માટે તેમાં ડુંગળીના ટુકડા અને 2-3 ચમચી પાણી ઉમેરો. પછી આ ક્રશને તારી લો. હવે ખાલી ડુંગળી રસ બચશે. તેમાં તમે ઇચ્છો તો નારિયેળનું તેલ મિક્સ કરી શકો અથવા સીધું જ માથા પર અને ખાસ કરીને જ્યાં ટાલ પડે છે તે ભાગમાં આ લગાવો. યાદ રાખો ડુંગળીનો રસ વાળના મૂળમાં જવો જોઇએ. તે પછી બાકીના વાળ એટલે વાળના મૂળ સિવાયના ભાગમાં તમે એલોવેરા પણ લગાવી શકો છો. આમ કરીને 15 મિનિટ રાખો અને પછી જે રીતે તમે શેમ્પુ કરો છો તે કરી લો. સપ્તાહમાં એક થી બે વાર આવું કરો. જેથી વાળ ખરતા બંધ થાય.

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત આપેલી તમામ જાણકારી સર્વ સામાન્ય માહિતીને આધારિત છે.ચોક્કસથી તેના પર અમલ કરતા પહેલા તે અંગેના જાણકાર કે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.