લાઇફસ્ટાઇલઃ શિયાળામાં હોઠ ફાટી જાય તો અપનાઓ આ ઘરગથ્થુ ઉપચાર

અટલ સમાચાર, ડેસ્ક શિયાળાની શરૂઆત થતા જ સ્વાસ્થ્યની સાથે સાથે કેટલીક વખત બ્યુટીને લઇને પણ સમસ્યા થવા લાગે છે. શિયાળાની અસર દેખાવવા લાગી છે. ત્યારે કેટલાક લોકોને હોઠ ફાટી જવાની સમસ્યા થાય છે. હોઠ સૂકાઇ જાય છે. આવા સમયે ઇચ્છા ન હોય તો પણ વારંવાર જીભ હોઠ પર ફરવા લાગે છે અને લાળ હોઠનો ભેજ
 
લાઇફસ્ટાઇલઃ શિયાળામાં હોઠ ફાટી જાય તો અપનાઓ આ ઘરગથ્થુ ઉપચાર

અટલ સમાચાર, ડેસ્ક

શિયાળાની શરૂઆત થતા જ સ્વાસ્થ્યની સાથે સાથે કેટલીક વખત બ્યુટીને લઇને પણ સમસ્યા થવા લાગે છે. શિયાળાની અસર દેખાવવા લાગી છે. ત્યારે કેટલાક લોકોને હોઠ ફાટી જવાની સમસ્યા થાય છે. હોઠ સૂકાઇ જાય છે. આવા સમયે ઇચ્છા ન હોય તો પણ વારંવાર જીભ હોઠ પર ફરવા લાગે છે અને લાળ હોઠનો ભેજ સોશી લે છે. જેને કારણે હોઠ પર પરત જામી જાય છે. અને તે ફાટવા લાગે છે. ત્યારે આવા સમયે હોઠને સુંદર ગુલાબી બનાવવા માટે શું કરશો.. તેની ઘરગથ્થુ ટિપ્સ અમે આપનાં માટે લઇને આવ્યા છે.

રાત્રે સૂતા સમયે પેટ્રોલિયમ જેલી કે કોકોનટ ઓઇલ અથવા ફ્રેશ મલાઇ લગાવો. તેનાથી તમારા હોઠ મુલાયમ રહેશે. હમેશાં યાદ રાખો મેકઅપ કરતા સમયે લિપ ગ્લોસનો ઉપયોગ કરો. આ ઉપરાંત હોઠ વધારે ફાટી જાય છે તો લિપ મોઇશ્ચરાઇજર અને લિપ બામ દિવસમાં 3-4 વખત લગાવો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હોઠ ફાટવા પાછળ ખાણી-પીણી પણ ખાસ ભાગ ભજવે છે. જો ખાણી પીણીનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવે તો હોઠ સુકાતા નથી અને ફાટતા નથી. તમારા રૂટીનમાં પોષક તત્વ પૂરતા પ્રમાણમાં હોવા જોઇએ. વિટામિન સી, વિટામિન ઇ, લીલા પાન વાળ શાક અને ઋતુ અનુસાર ફળનું સેવન કરો.

થોડુ મધ, ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરીને એક ક્રીમ તૈયાર કરી લો. આ ક્રીમને ફ્રીઝમાં રાખો. આ મિશ્રણને હોઠ પર લગાવો. તમારા હોઠ નહીં ફાટે. ફાટેલા હશે તો જલદી જ ગુલાબી થઇ જશે.