લાઇફસ્ટાઇલઃ શિયાળામાં આ ઘરગથ્થુ ઇલાજ ફાટેલા વાઢિયાને બનાવશે સુંદર અને મુલાયમ

અટલ સમાચાર, ડેસ્ક શિયાળો શરૂ થતાની સાથે જ ઠંડીના કારણે અનેક લોકોના પગમાં વાઢીયા પડી જતા હોય છે. જો કે આ વાઢીયાની સમસ્યાથી પરેશાની થઇ જાય છે. ઘણી વખત તેનો દુખાવ એટલો વધી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. ત્યારે અમે આપનાં માટે વાઢીયાની સમસ્યાનાં નિવારણ માટે કેટલાંક ઘરગથ્થુ ઉપાય લઇને આવ્યા છીએ.
 
લાઇફસ્ટાઇલઃ શિયાળામાં આ ઘરગથ્થુ ઇલાજ ફાટેલા વાઢિયાને બનાવશે સુંદર અને મુલાયમ

અટલ સમાચાર, ડેસ્ક

શિયાળો શરૂ થતાની સાથે જ ઠંડીના કારણે અનેક લોકોના પગમાં વાઢીયા પડી જતા હોય છે. જો કે આ વાઢીયાની સમસ્યાથી પરેશાની થઇ જાય છે. ઘણી વખત તેનો દુખાવ એટલો વધી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. ત્યારે અમે આપનાં માટે વાઢીયાની સમસ્યાનાં નિવારણ માટે કેટલાંક ઘરગથ્થુ ઉપાય લઇને આવ્યા છીએ. તેનાં પર કરી લો એક નજર…

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવીને ખુબ હલાવવી. ત્યારબાદ એકરસ કરી ચોપડવાથી પગમાં પડેલા ચીરા ઝડપથી મટે છે.દોઢ ચમચી વેસેલિનમાં એક નાની ચમચી બોરિક પાઉડર નાંખીને સારી રીતે મેળવો. અને ચીરા પડેલી પાની ઉપર સારી રીતે લગાવો. થોડા જ દિવસોમાં એડી પરના ચીરા રૂઝાઈ જશે.

જો એડીઓ વધારે ફાટી ગઇ હોય તો એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો. પછી રૂના પૂમળાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડોમાં ટપકાવો. શરૂઆતમાં થોડીક બળતરા થશે. પણ આ અકસીર ઉપાય છે.લીંબુનો રસ, ગુલાબજળ અને દીવેલની એક-એક ચમચી લઇ મિકસ કરીને એડી પર રોજ રાતે માલીશ કરો. જેનાથી સતત થોડાક દિવસમાં વાઢિયાની સમસ્યાથી રાહત મળી શકે છે. આ સિવાય હળદર, તુલસી, મધ અને એલોવેરાનો લેપ બનાવી એડી પર લગાવવો જોઇએ. જેની બહુ જલદી અસર જોવા મળે છે આ ઉપાય તમે ઘરે સહેલાઇથી કરી શકો છો.