લાઇફસ્ટાઇલઃ લસણનું સેવન કરવાના અનેક ફાયદાઓ જાણી તમે પણ શરૂ કરશો ખાવાનું

અટલ સમાચાર, ડેસ્ક લસણ રસોઇમાં સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. લસણમાં ખાટા રસ સિવાય બાકીના પાંચે (ગળ્યો, ખારો, તીખો, તૂરો અને કડવો) રસ રહેલા છે. જેમાં તીખો રસ મુખ્ય હોય છે. ગુણમાં તે ગરમ, તીક્ષ્ણ, રસાયન, પાચક, પચવામાં ભારે, વીર્યવર્ધક, ઝાડો સાફ કરનાર, ભાંગેલાં હાડકાંને મટાડનાર, બળવર્ધક, બુદ્ધિવર્ધક છે. એક કળીવાળું લસણ ઉત્તમ
 
લાઇફસ્ટાઇલઃ લસણનું સેવન કરવાના અનેક ફાયદાઓ જાણી તમે પણ શરૂ કરશો ખાવાનું

અટલ સમાચાર, ડેસ્ક

લસણ રસોઇમાં સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. લસણમાં ખાટા રસ સિવાય બાકીના પાંચે (ગળ્યો, ખારો, તીખો, તૂરો અને કડવો) રસ રહેલા છે. જેમાં તીખો રસ મુખ્ય હોય છે. ગુણમાં તે ગરમ, તીક્ષ્ણ, રસાયન, પાચક, પચવામાં ભારે, વીર્યવર્ધક, ઝાડો સાફ કરનાર, ભાંગેલાં હાડકાંને મટાડનાર, બળવર્ધક, બુદ્ધિવર્ધક છે. એક કળીવાળું લસણ ઉત્તમ ગણાય છે. લસણ હૃદયના રોગો, વાયુના રોગો, કફના રોગો, પેટનો દુખાવો, કબજિયાત, અરુચિ, ઉધરસ વગેરે મટાડે છે. તો આજે આપણે લસણનાં કેટલાક ઉપાયો જોઇએ.

દરરોજ લસણની એક કળીનું સેવન કરવાથી શરીરને વિટામિન એ, બી અને સીની સાથે આયોડીન, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો એકસાથે મળી જાય છે. જેથી શરીરમાં આ પોષક તત્વોની ઉણપ સર્જાતી નથી અને અનેક સમસ્યાઓ દૂર રહે છે.

રાતે સૂતાં પહેલાં એક ચમચી ઓલિવ ઓઈલ અથવા સોયાબીન ઓઈલ સાથે લસણની પેસ્ટ લેવાથી લિવર સ્વચ્છ થવાની સાથે તે મજબૂત બનીને કાર્યરત રહે છે. લસણમાં વિટામિન સી, એ, બી અને જી તથા સલ્ફર, લોહ, કેલ્શિયમ ઉપરાંત નકામા બેકટેરિયાનો નાશ કરતું એલિસિન નામનું તત્વ છે. લસણની તાજી પેસ્ટમાં ડિપ્થેરિયા અને ટીબીના જીવાણુને નષ્ટ કરવાનો ગુણ છે.હાઈપર ટેન્શન, હાઈ બીપીની તકલીફ થઈ હોય તો રોજ તાજા લસણની બે કળી ખાવાથી લોહીનું ભ્રમણ થાય છે. આ ઉપરાંત લસણ વિશે હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં એવું જણાયું છે કે એનિમિયા, રૂમેટિક ડિસિઝ, કટિવા, ડાયાબિટીસ, હાઈપોગ્લાઈસેમિયા, અસ્થમા, ઊધરસ, એલર્જી, આંતરડાના વર્મ્સ પેરાસાઈટિક ડાયેરિયા અને કેન્સરની સારવારમાં ઉપયોગી છે. ઉપરાંત તે કબજિયાત દૂર કરવામાં ઉપયોગી છે.

લસણની કળીવાળો આહાર લેવાથી ચરબીનું પ્રમાણ ઘટતાં કમ્મરનો ઘેરાવો ઓછો થાય છે. ટાઈપ-ટૂ ડાયાબિટીસ માટે લસણ શ્રેષ્ઠ કુદરતી ઔષધની ગરજ સારે છે. લસણનું સેવન શરીરમાં ઈન્સ્યુલિનની માત્રાને વધારી દે છે. જેનાથી ડાયાબિટીસની બીમારીમાં ઘણો ફાયદો થાય છે અને લસણના સેવનથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સરસિયાના તેલમાં લસણની કળી નાખી ઉકાળીને આ તેલ કાનમાં નાખવામાં આવે તો કાનના દુખાવામાં તરત જ રાહત મળે છે. બાળકો માટે પણ આ રીતે ઉપયોગ કરી શકાય છે. લસણનું તેલ હથેળી અને પગમાં લગાવવાથી મચ્છરો પાસે આવતા નથી અને કરડતા નથી. સાથે જ ત્વચા પણ સુંવાળી થાય છે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. જેથી જો તમને ખીસ ફોડલીની સમસ્યા રહેતી હોય તો તમારે સેવન કરવું જોઈએ.