લાઈફસ્ટાઈલ: શિયાળામાં મગફળી ખાવાના 5 ફાયદા વિષે જાણો 

અટલ સમાચાર, ડેસ્ક નિષ્ણાતોના મતે શિયાળાના દિવસોમાં ખાસ કાળજી લેવી પડે છે. આ માટે લોકો શિયાળામાં મગફળીનું સેવન કરે છે. શિયાળા દરમિયાન, હવાની ગુણવત્તા અત્યંત નબળી પડે છે. આ મોસમમાં શ્વાસના રોગોનું જોખમ વધે છે. લોકો આ મોસમમાં પાણી પણ ઓછું પિતા હોય છે. આનાથી ડિહાઇડ્રેશનનું જોખમ વધે છે. જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા માંડે
 
લાઈફસ્ટાઈલ: શિયાળામાં મગફળી ખાવાના 5 ફાયદા વિષે જાણો 

અટલ સમાચાર, ડેસ્ક

 નિષ્ણાતોના મતે શિયાળાના દિવસોમાં ખાસ કાળજી લેવી પડે છે. આ માટે લોકો શિયાળામાં મગફળીનું સેવન કરે છે.  શિયાળા દરમિયાન, હવાની ગુણવત્તા અત્યંત નબળી પડે છે. આ મોસમમાં શ્વાસના રોગોનું જોખમ વધે છે. લોકો આ મોસમમાં પાણી પણ ઓછું પિતા હોય છે. આનાથી ડિહાઇડ્રેશનનું જોખમ વધે છે. જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા માંડે છે. આ દિવસોમાં, શરદી, ખાંસી સંબંધિત કેસ વધુ જોવા મળે છે.મગફળીને આયુર્વેદમાં એક દવા માનવામાં આવે છે. તેમાં ઝીંક, આયર્ન, મેગ્નેશિયમ જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો જોવા મળે છે. તેના ઉપયોગથી અનેક રોગોમાં રાહત મળે છે. દવા સમાન મગફળી ડાયાબિટીઝ અને વધતા વજન માટે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત ખુબ જ અસરકારક ગણાય છે. ત્યારે જાણી લો શિયાળામાં મગફળી ખાવાના ૫ વિશેષ ફાયદા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે

શિયાળાની ઋતુમાં મગફળીનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. અને શરીરમાં ઉષ્માનું સંચાર થાય છે. જેના કારણે ઠંડી ઓછી લાગે છે. આ માટે તમે મગફળીની ચીકી ખાઈ શકો છો.

હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે

આપણે બધા જાણીએ છીએ કે શિયાળા દરમિયાન હવામાં પ્રદૂષણ વધે છે. તેનાથી હૃદય અને ફેફસાને લગતા રોગોનું જોખમ વધે છે. આ રોગોથી બચવા માટે ડોક્ટર્સ શિયાળામાં મગફળી ખાવાની સલાહ છે. મગફળીનું સેવન શિયાળાના રોગોને નિયંત્રણમાં રાખે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે

દિલને સ્વસ્થ રાખે છે

મગફળીના સેવનથી મેતાબોલીજ્મ બુસ્ટ થાય છે. મગફળીમાં બીટા કેરોટિન જોવા મળે છે, જે આખા શરીરમાં લોહીનું સરળ પરિભ્રમણ કરે છે. અને ત્વચામાં પણ નમી બની રહે છે.

હાડકાં મજબૂત બને છે

શિયાળા દરમિયાન સૂર્યપ્રકાશનો અભાવ શરીરમાં વિટામિન-ડીની ઉણપનું કારણ બને છે. આ માટે મગફળી દવા સમાન છે. મગફળીમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન-ડી હોય છે. મગફળીના સેવનથી હાડકાં પણ મજબૂત બને છે.

ત્વચામાં નિખાર આવે છે.

મગફળીમાં રહેલું ઓમેગા ૬ ત્વચાની જાળવી રાખે છે. ઘણા ત્વચાના નિષ્ણાંતો મગફળીની પેસ્ટનું ફેસપેક લગાવવાની ભલામણ કરે છે. શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જાય છે. મગફળી આ માટે દવા સમાન છે.