લાઇફસ્ટાઇઃ આ બે સામગ્રીથી ઘરે 15 મિનિટમા બનાવો ‘પિનટ બટર’

અટલ સમાચાર, ડેસ્ક આજનાં સમયમાં હેલ્ધી ફૂડ ખુબજ જરૂરી છે. બાળકોથી માંડી મોટેરા સૌ કોઇની ઇમ્યુનિટી વધારવા બને એટલું બજારની વસ્તુઓ ટાળી અને ઘરની બનાવેલી વસ્તુઓ વાપરવાની ટેવ સૌ કોઇ પાડી રહ્યાં છે. ત્યારે અમે આપનાં માટે પિનટ બટર બનાવવાની રીત લઇને આવ્યાં છીએ. તરલા દલાલની ખાસ રેસિપીમાંથી અમે આપના માટે પિનટ બટરની રેસિપી લઇને
 
લાઇફસ્ટાઇઃ આ બે સામગ્રીથી ઘરે 15 મિનિટમા બનાવો ‘પિનટ બટર’

અટલ સમાચાર, ડેસ્ક

આજનાં સમયમાં હેલ્ધી ફૂડ ખુબજ જરૂરી છે. બાળકોથી માંડી મોટેરા સૌ કોઇની ઇમ્યુનિટી વધારવા બને એટલું બજારની વસ્તુઓ ટાળી અને ઘરની બનાવેલી વસ્તુઓ વાપરવાની ટેવ સૌ કોઇ પાડી રહ્યાં છે. ત્યારે અમે આપનાં માટે પિનટ બટર બનાવવાની રીત લઇને આવ્યાં છીએ. તરલા દલાલની ખાસ રેસિપીમાંથી અમે આપના માટે પિનટ બટરની રેસિપી લઇને આવ્યાં છીએ. જે બજારમાં મળતાં પીનટ બટરની સરખામણીએ અડધી કિંમતનું હોય છે અને તેમાં કોઇજ પ્રકારની વધારાની સુગર કે કલરનો ઉપયોગ થયેલો હોતો નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી- પિનટ બટર બનાવવા આપને 250 ગ્રામ શેકેલી મોળી સિંગ, 4 ચમચી નારિયળનું તેલ બસ આ બે જ સામગ્રીની જરૂર પડશે. રીત- શેકેલી મોળી ફોતરાં કાઢેલી સિંગ લો તેને મિક્સચરનાં ટીનમાં નાંખો તેમાં ચાર ચમચી નારિયળનું તેલ ઉમેરો.. અને તેને ફાઇન ક્રશ કરી લો. તેની પેસ્ટ બની જશે. અને તૈયાર છે આપનું પિનટ બટર. તેને કાચની બરણીમાં ભરી લો.

આ રેસિપી તૈયાર કરવામાં આપને 15 મિનિટનો જ સમય લાગશે. આ પિનટ બટર આપ જો ફ્રિજમાં મુકી રાખશો તો ચાર અઠવાડિયા સુધી સારુ રહેશે. અને જો બહાર રાખશો તો તે એક અઠવાડિયા સુધી સારુ રહેશે.