લાઇફસ્ટાઇલઃ ઉપવાસ કરવાથી થાય છે આ 5 નુકશાન, જાણો તેનાથી બચવાના ઉપાયો

અટલ સમાચાર, ડેસ્ક નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે અને પવિત્ર નવ દિવસ ઘણા લોકો ઉપવાસ કરવાના હશે. તમે ઉપવાસ રાખવાના ઘણા ફાયદાઓ વિશે જાણ્યું હશે, પરંતુ સતત ઉપવાસ રાખવાના કારણે દીર્ઘકાલિક કેટલાક નુકશાન પણ થઇ શકે છે. ચાલો જાણીએ આપણે કે કેવી રીતે હેલ્દી ઉપવાસ થઇ શકે અને શું નુકશાન થાય છે ઉપવાસથી. ઉપવાસના નુકશાનમાં
 
લાઇફસ્ટાઇલઃ ઉપવાસ કરવાથી થાય છે આ 5 નુકશાન, જાણો તેનાથી બચવાના ઉપાયો

અટલ સમાચાર, ડેસ્ક

નવરાત્રીની શરૂઆત થઇ ગઈ છે અને પવિત્ર નવ દિવસ ઘણા લોકો ઉપવાસ કરવાના હશે. તમે ઉપવાસ રાખવાના ઘણા ફાયદાઓ વિશે જાણ્યું હશે, પરંતુ સતત ઉપવાસ રાખવાના કારણે દીર્ઘકાલિક કેટલાક નુકશાન પણ થઇ શકે છે. ચાલો જાણીએ આપણે કે કેવી રીતે હેલ્દી ઉપવાસ થઇ શકે અને શું નુકશાન થાય છે ઉપવાસથી.

ઉપવાસના નુકશાનમાં પ્રતિરક્ષા પ્રણાલીને નુકશાન થવું, જીગર અને ગુર્દા સહીત શરીરના ઘણા અંગોનું પણ નકારાત્મક રૂપથી પ્રભાવિત થવું સામલે છે. ઘણા લોકો ઉપવાસ દરમિયાન આખો દિવસ ભૂખ્યા રહે છે. જેના કારણે સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થઇ શકે છે. કેટલાક લોકો વ્રતને ડાયટિંગનું ઓપશન સમજીને એટલા માટે વ્રત રાખે છે કે તેમનું વજન ઓછું થઇ શકે. વ્રત દરમિયાન ખાનપાનન જે રીત અપનાવવામાં આવે છે તે સ્વાસ્થ્યને લઈને પણ ક્યાંયથી ફાયદાકારક સાબિત નથી થતી. કારણ કે વ્રત દરમિયાન આપણે હાઈ કૈલોરી વાળો ખોરાકનું જ સેવન કરતા હોઈએ છીએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એટલા માટે લાંબા સમય સુધી જો વ્રત રાખવામાં આવે તો સ્વાસ્થ્યને નુકશાન પહોંચી શકે છે. ઉપવાસ શારીરિક કાર્યમાં અવરોધ પેદા કરી શકે છે. ખોરાકથી દૂર રહેવું એ લોકો માટે પણ નુકશાન કારક છે જે લોકો પહેલાથી જ કુપોષણનો શિકાર છે. ઉપવાસના પણ ઘણા પ્રકાર છે. સુક્કો ઉપવાસ (તલ પદાર્થો અને ભોજનના સેવનથી બચવું). તે વિશેષ રૂપે ખતરનાક છે. શુષ્ક ઉપવાસ (જલ્દીથી નિર્જલીકરણને જન્મ આપી શકે છે) ગરમી, શારીરિક કામ જેવા કારક થોડા જ કલાકમાં શુષ્ક ઉપવાસને ઘાતક બનાવી શકે છે.

ઉપવાસ કરવાના 5 નુકસાન:

1. ચીડ ચીડિયાપણું:
જો ઉપવાસ તમારી આદતોમાં ના હોય તો લાંબા સમય સુધી ઉપવાસ રાખવાના કારણે તમારા સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. જો તમે સતત 9 દિવસ સુધી અનહેલ્દી ઉપવાસ કરો છો તો તમારો સ્વભાવ ચીડ ચીડિયો બની શકે છે. સ્વભાવમાં બદલાવ અથવા ચીડ ચીડિયાપણું થવું ઉપવાસમાં ત્યારે સામાન્ય થઇ શકે છે જયારે તમને ઉપવાસની આદત ના હોય. આ એવી સીઝન છે જયારે લોકો ટૂંકા અંતરાલમાં વધારે ઉપવાસ કરતા હોય.

2. કમજોરી અથવા ચક્કર આવવા:
ઉપવાસના નુકસાનોમાં એક કમજોરી અને ચક્કર આવવા પણ છે. તમારા સ્વાસ્થ્યની સ્થતિનું તેમાં મહત્વનું યોગદાન છે. જો તમે કોઈપણ રીતે બીમાર છો, તો તમારા માટે ઉપવાસ સુખદાયી નથી. તેનાથી તમને કમજોરી અથવા ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઇ શકે છે. ખાસ કરીને જો તમે હેલ્દી ઉપવસ ના કરો તો તમને આ સમસ્યા થઇ શકે છે.

3 ગભરામણ:
જો તમે ક્યારેક ક્યારેક જ ઉપવાસ કરો છો તો તમને ગભરામણનો અનુભવ થઇ શકે છે. કારણ કે તમારા શરીરને ભૂખ્યા રહેવાની આદત નથી હોતી. જેના કારણે તમારા શરીરમાં કંપન અથવા તો ગભરામણ આવી શકે છે જેનો મતલબ છે કે તમારા શરીરમાં શર્કરાનું સ્તર અસંતુલિત થઇ રહ્યું છે. જેને કન્ટ્રોલ કરવા માટે તમારે હેલ્દી ફળોને ડાયટમાં સામેલ કરવા જોઈએ.

4. વધારે ભૂખ લાગવી:
આ પણ ત્યારે થઇ શકે છે જયારે તમે લાંબા સમય પછી ઉપવાસ રાખો છો. ઘણા લોકો નવરાત્રી દરમિયાન 9 દિવસ ઉપવાસ રાખે છે અને જો તમને ઉપવાસ રાખવાની આદત નથી તો તમને વધારે ભૂખનો અનુભવ થઇ શકે છે. જેનાથી તમને કમજોરી પણ આવી શકે છે. વધારે ભૂખ લાગવા અને ખાવાનું ના ખાવાથી તમારા ડાયઝેશનમાં પણ ગડબડ થઇ શકે છે.

5. મોટાપામાં વધારો થવો:
વ્રત દરમિયાન ઘણા લોકો કલાકો સુધી ખાલી પેટ રહે છે. ત્યારબાદ તેમને ખુબ જ ભૂખ લાગે છે અને એટલા માટે ના ઇચ્છવા છતાં પણ તે ઓવર ડાયટિંગ કરે છે. જેના કારણે અંતઃસ્રાવી ગ્રંથિઓથી ઈન્સુલિનનું વધારે માત્રામાં સક્રિય થાય છે. જેનાથી શરીરમાં ખુબ જ વધારે કૈલોરી અબ્જોર્બ થવા લાગે છે.

ઉપવાસમાં જરૂરી રાખવી જોઈએ આ 5 સાવધાનીઓ:

1. ઉપવાસ વાળા દિવસે જ હલકું ભોજન લેવું. ઉપવાસ પછી એક જ વખતમાં ભારે ભોજન લેવાથી પાચન તંત્રને નુકશાન થઇ શકે છે.

2. વ્રત દરમિયાન વધારે પડતી શારીરિક મહેનત કરવાથી બચવું જોઈએ. તેનાથી તમારી કૈલોરી જલ્દી ખર્ચ થાય છે અને ભૂખ પણ ઝડપથી લાગે છે.

3. જો તમે ઉપવાસ વાળા દિવસે સ્ટ્રેસમાં રહો છો તો તમારું બ્લડ પ્રેશર ગડબડ કરી શકે છે. એવામાં ઉપવાસ વાળા દિવસે મનને શાંત રાખો.

4. વ્રત વાળા દિવસે ઓઈલી ફૂડનું સેવન ના કરવું જોઈએ. ઉપવાસનો સારો ફાયદો ફળાહારમાં જ છે. હેલ્દી વસ્તુઓનું સેવન કરીને એનર્જી લેવી.

5. ઉપવાસના દિવસે ખાસ જલ્દી પાચન થઇ જાય એ પ્રકારની વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

આ રીતે કરો હેલ્દી ઉપવાસ:

1. ઉપવાસમાં તમારે ફળોની સાથે સાથે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે વ્રત દરમિયાન ખાવામાં આવે છે. તમારે ક્યારેય પણ આખો દિવસ ભૂખ્યું ના રહેવું જોઈએ.

2. જો તમે ઉપવાસ દરમિયાન ફળાહાર નથી કરવા માંગતા તો તમે ફળોનું જ્યુસ પણ લઇ શકો છો.

3. જો તમે ફળ અને જ્યૂસનું પણ સેવન નથી કરવા માંગતા તો આંશિક ઉપવાસમાં 2-3 કલાકમાં એક ગ્લાસ પાણીમાં લીંબુ અને એક ચમચી મધ નાખીને તેનું સેવન કરી શકો છો.

4. ઉપવાસ વાળા દિવસે વધારેમાં વધારે પાણી પીવું. કારણે કે તેનાથી તમારું શરીર હાઈડ્રેટ રાખી શકાશે.

5. ઉપવાસમાં તમે સાબુદાણાની ખીચડીની જગ્યાએ મોરૈયો, સિંઘોડાનો લોટ અથવા રાજગરાની બનેલી વસ્તુઓએ કે પછી બટાકા અથવા શક્કરિયાથી બનેલા વ્યંજનો હેલ્દી ઉપવાસમાં લઈ શકો છો.

6. જો તમે ઉપવાસ કરી રહ્યા છો તો આ દરમિયાન ફક્ત ફળ ઉપર જ નિર્ભર છો તો તમે દર 3 કલાકમાં એક ફળ ખાઈ શકો છો. એવા ફળોનું સેવન કરવું જે તમારા પેટને મોડા સુધી ભરેલું રાખે.