લાઇફસ્ટાઇલઃ રસોડામાં હાજર આ 6 વસ્તુઓ 5 જ મિનિટમાં ઇન્સ્ટંટ ગ્લો આપશે

અટલ સમાચાર, ડેસ્ક આ કોરોના કાળમાં બહાર જવાનું ટાળવું અને તેમાં પણ પાર્લરમાં તો અવશ્ય ન જવું. ત્યાં કોણ આવ્યું ગયું તે અંગે ચિંતા રહે છે અને હાલમાં જે પ્રમાણે કોરોનાનાં કેસ વધી રહ્યાં છે તે જોતા બ્યૂટી ટ્રિટમેન્ટ ઘરે જ લેવી હિતાવહ છે. આવા સમયે તમારા રસોડામાં હાજર વસ્તુઓથી તમારી સ્કિનને તમે ગ્લોઇંગ બનાવી
 
લાઇફસ્ટાઇલઃ રસોડામાં હાજર આ 6 વસ્તુઓ 5 જ મિનિટમાં ઇન્સ્ટંટ ગ્લો આપશે

અટલ સમાચાર, ડેસ્ક

આ કોરોના કાળમાં બહાર જવાનું ટાળવું અને તેમાં પણ પાર્લરમાં તો અવશ્ય ન જવું. ત્યાં કોણ આવ્યું ગયું તે અંગે ચિંતા રહે છે અને હાલમાં જે પ્રમાણે કોરોનાનાં કેસ વધી રહ્યાં છે તે જોતા બ્યૂટી ટ્રિટમેન્ટ ઘરે જ લેવી હિતાવહ છે. આવા સમયે તમારા રસોડામાં હાજર વસ્તુઓથી તમારી સ્કિનને તમે ગ્લોઇંગ બનાવી શકો છો. આ ઉપાય તમને ઇન્સ્ટંટ ગ્લો આપશે.

મધ- એક ચમચી મધ અને થોડુ ગરમ પાણી. પહેલા થોડા ગરમ પાણીથી તમારા ચહેરાને ધોઇ લેવો. અને ત્યાર બાદ. ફેસ વોશ કરીએ એ રીતે મધને લઇને તમારા ચહેરા પર 2થી 3 મિનીટ મસાજ કરો. અને પછી નળના પાણીથી ચહેરો ધોઇ લો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મલાઇ અને હળદર- મલાઇ અને હળદરને મિકસ કરીને તમારી ત્વચા પર રગડો. 5-10 મિનિટ પછી તમારો ચહેરો ધોઇ લો. આ ઉપાયથી તમારા ચહેરા પર તરત જ ચમક આવી જશે. તે સિવાય ચહેરામાં ચમક લાવવા માટે ચંદન, ચણાનો લોટ, હળદરથી ફેસપેક બનાવીને ચહેરા પર રગડો તેનાથી સ્કિનમાં ચમક આવવાની સાથે ત્વચા મુલાયમ થઇ જશે.

લાઇફસ્ટાઇલઃ રસોડામાં હાજર આ 6 વસ્તુઓ 5 જ મિનિટમાં ઇન્સ્ટંટ ગ્લો આપશે
જાહેરાત

ચહેરા પર ચમક લાવવા માટે કાચા પપૈયાનો પણ ઉપયોગ કરી શકો છો. પપૈયાને સમારીને તેના બીજ અલગ કરી દો. તેના પલ્પને પીસીને તેમા ગુલાબજળ મિક્સ કરી લો. ત્યાર પછી આ પેસ્ટને ચહેરા પર લગાવી દો અને 15 મિનિટ પછી ચહેરાને ધોઇ લો.ટામેટામાં એન્ટીઓક્સીડેન્ટ વધારે પ્રમાણમાં રહેલા છે. ટામેટામાં પણ બ્લીચ ક્રીમના ગુણ રહેલા છે. ટામેટાને પીસીને તેની પેસ્ટ બનાવી લો. ત્યાર પછી તેને 10-15 મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો અને બાદમાં પાણીથી ધોઇ લો. રોજ આ ઉપાય કરવાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થઇ જશે. આઇસ ક્યુબ- જો ચહેરા પર આઇસ ક્યૂબથી માલીશ કરવામાં આવે તો ચહેરામાં ઇન્સ્ટંટ ગ્લો આવી જાય છે.