લાઇફસ્ટાઇલઃ આ એક કારણથી વાળ ખરતાં બંધ નથી થતાં, જાણો વિગતે

અટલ સમાચાર, ડેસ્ક રોજ 50થી 100 વાળ ખરવા સામાન્ય વાત છે પણ જો તેનાથી પણ વધારે વાળ ખરવા લાગે અને તેની જગ્યાએ નવા વાળ ન ઉગે તો ટાલ પડવાનો ખતરો વધી જાય છે. એમાંય આજકાલ દરેકને વાળ ખરવાની સમસ્યા હોય છે. પણ શું તમે જાણો છો વાળ ખરવા પાછળ આમ તો ઘણાં કારણો હોઈ શકે
 
લાઇફસ્ટાઇલઃ આ એક કારણથી વાળ ખરતાં બંધ નથી થતાં, જાણો વિગતે

અટલ સમાચાર, ડેસ્ક

રોજ 50થી 100 વાળ ખરવા સામાન્ય વાત છે પણ જો તેનાથી પણ વધારે વાળ ખરવા લાગે અને તેની જગ્યાએ નવા વાળ ન ઉગે તો ટાલ પડવાનો ખતરો વધી જાય છે. એમાંય આજકાલ દરેકને વાળ ખરવાની સમસ્યા હોય છે. પણ શું તમે જાણો છો વાળ ખરવા પાછળ આમ તો ઘણાં કારણો હોઈ શકે છે પણ એક સૌથી મોટું કારણ છે શરીરમાં આયર્નની કમી. આ કારણે પણ સખત હેર ફોલ થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વાળ ખરવા પાછળ બોડીમાં આયર્નની કમી સૌથી મોટું કારણ છે. મીટમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે. પણ વેજિટેરિયન ડાયટ એક્સટ્રીમ હેઅર ફોલ સામે લડવા માટે પૂરતી નથી. જો તમે વેજિટેરિયન છો તો તમને આવશ્યક પોષક તત્વો મળી શકતા નથી અને વાળને પૂરતું પોષણ પણ મળી શકતું નથી, જેના કારણે હેઅર લોસ થાય છે. જોકે તેની પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે. જેમ કે કોઈ જિનેટિક સમસ્યા અને સ્કિન ડિસઓર્ડર સિવાય આયર્નની કમી પણ વાળનો ગ્રોથ રોકાય જાય છે અને હેઅર લોસ થાય છે.

40 વર્ષ સુધી ચાલેલી એક રિસર્ચ પ્રમાણે હેઅર લોસનું સૌથી મોટું કારણ શરીરમાં આયર્નની કમી છે. જેથી જો તમે એવું ઈચ્છતા હોવ કે હેઅર ફોલ અને હેઅર લોસની પ્રોબ્લેમથી છૂટકારો મળે તો ડાયટમાં આયર્ન રિચ ફૂડ્સ ખાઓ. જેમાં બ્રોકલી, પાલક, લીલાં શાકભાજી સહિત દાળો, બીન્સ, નટ્સ, સીડ્સ, બ્રાઉન રાઈસ, હોલ વીટ લોટ અને ડ્રાય ફ્રૂટ્સને સામેલ કરો. આ સિવાય ડાયટમાં સોયાબીન, ખજૂર, ગોળ, અંજીર, વટાણા, ઈંડા, મીટ, કાબુલી ચણા, પમ્પકીન સીડ્સ, તલ પણ સામેલ કરો. આ સિવાય રોજ રાતે સૂકી કાળી દ્રાક્ષ રાતે પાણીમાં પલાળીને સવારે ખાવામાં આવે તો પણ શરીરને પૂરતા પ્રમાણમાં આયર્ન મળી રહે છે.’