લાઇફસ્ટાઇલઃ આ ઘરેલું ઉપાયો અજમાવી દાંતને બનાવો ચમકદાર મોતી જેવા

અટલ સમાચાર, ડેસ્ક તમારા ચહેરાની સુંદરતા માત્ર આંખો કે તમારા હોઠ દ્વારા જ નહીં, પરંતુ ચહેરા અને અને મુસ્કાનને વધુ સુંદર બનાવે છે તમારા મોતી જેવા દાંત. દાંતમાં પીળાશ એટલે સુંદરતા પર જાણે ગ્રહણ લાગ્યું હોય. તેથી ચહેરાની સાથે જ તમારા દાંતનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે કે તેના
 
લાઇફસ્ટાઇલઃ આ ઘરેલું ઉપાયો અજમાવી દાંતને બનાવો ચમકદાર મોતી જેવા

અટલ સમાચાર, ડેસ્ક

તમારા ચહેરાની સુંદરતા માત્ર આંખો કે તમારા હોઠ દ્વારા જ નહીં, પરંતુ ચહેરા અને અને મુસ્કાનને વધુ સુંદર બનાવે છે તમારા મોતી જેવા દાંત. દાંતમાં પીળાશ એટલે સુંદરતા પર જાણે ગ્રહણ લાગ્યું હોય. તેથી ચહેરાની સાથે જ તમારા દાંતનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે કે તેના દાંત એકદમ સફેદ અને ચમકદાર હોય અને તેના માટે તે અને નુસખાઓ પણ અજમાવે છે. તો આજે અમે પણ તમને અમુક એવા જ અસરકારક નુસખાઓ બતાવવા જઇ રહ્યા છીએ, જેને અજમાવી તમે તમારા દાંતોને ચમકદાર અને સફેદ બનાવી શકો છો.

હાઇડ્રોજન પેરોક્સાઇડની સાથે બેકિંગ સોડાની પેસ્ટ બનાવી દાંતોને ચમકદાર બનાવવામાં અસરકારક નુસખો છે. એક ટી સ્પૂન બેકિંગ સોડામાં 2 ટી સ્પૂન હાઇડ્રોજન પેરોક્સાઇડ મિક્સ કરો. હવે આ પેસ્ટને ટૂથપેસ્ટની જેમ વાપરો. ધ્યાન રહે કે આ પેસ્ટ વાપરી સરખી રીતે કોગળા કરવા. તે હાનિકારક તો નથી પરંતુ તમારા મોઢામાં પેસ્ટ રહી ન જાય તેનું ધ્યાન રાખો.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ(NIH)એ કરેલા અભ્યાસમાં સામે આવ્યું કે લોકોને આ નુસખા દ્વારા 6 સપ્તાહમાં અસરકારક પરીણામ મળે છે. જર્નલ ઓફ અમેરિકન ડેન્ટલ એશોસિએશન(JADA)એ જણાવ્યા અનુસાર દાંતોને સફેદ કરવા બેકિંગ સોડાવાળી ટૂથપેસ્ટ સુરક્ષિત અને અસરકારક સાબિત થઇ છે.

કોકોનટ ઓઇલ પુલિંગ

આ એક પ્રાચીન ભારતીય નુસખો છે, જેમાં મોઢામાં એક ચમચી તેલ રાખી 20 મિનિટ સુધી ફેરવતા રહો. કોકોનટ ઓઇલમાં ફેટી એસિડ પ્રાફાઇલ હોય છે, જેમાં લોરિક એસિડ અને એન્ટિમાઇક્રોબાયલ પ્રોપર્ટીઝ રહેલી છે.

એપલ સાઇડર વિનેગર

એપલ સાઇડર વિનેગર તેમારા દાંતોમાંથી પીળાશ દૂર કરી તમારા દાંતોને સફેદ અને ચમકદાર બનાવશે. એક કપ પાણીમાં અડધી ચમચી એપલ સાઇડર વિનેગર મિક્સ કરો અને ટૂથબ્રશ દ્વારા દાંત સાફ થઇ જાય ત્યાં સુધી બ્રશ કરો. દાંતમાંથી ડાઘાઓ દૂર કરી તે તમારા દાંતોને મજબૂત અને ચમકદાર બનાવશે. ધ્યાન રહે કે એપલ સાઇડર વિનેગર એસિડિક છે, જો તમે વધુ સમય તમારા મોઢામાં રાખશો તો તમના પેઢાઓ બળતરા પેદા કરશે.

સંતરા, લીંબુ અને કેળાની છાલ

– સંતરાની છાલ અને તુલસીના પાંદડાઓને સુકવીને પાઉડર બનાવી લો. બ્રશ કર્યા બાદ આ પાઉડરથી દાંત પર મસાજ કરો. સંતરામાં રહેલા વિટામીન સી અને કેલ્શિયમના કારણે દાંત મોતીની જેમ ચમકવા લાગશે.

-કેળાની છાલના અંદરના ભાગને દાંત પર ઘસો અને બાદમાં નવશેકા પાણીથી કોગળા કરી લો. દાંતોની પીળાશ ધીમે ધીમે આછી થતી દેખાશે.

-લીંબુના રસમાં મીઠું અને થોડું સરસોનું તેલ મિક્સ કરી બ્રશ દ્વારા દાંતો પર ઘસો. દાંતોમાં ચમક આવવા લાગશે. આ સૌથી જૂની અને અસરકારક રીત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

-2010માં થયેલા એક અભ્યાસ અનુસાર, આ તમામ નુસખાઓ ચા પીવાથી કે સ્મોકિંગ કરવાથી દાંતમાં આવેલી પીળાશને દૂર કરવામાં ભારે મદદરૂપ છે.

તુલસી

તુલસીમાં દાંતોની પીળાશ દૂર કરવાની અદ્ધભૂત ક્ષમતા છે. આ ઉપરાંત તુલસી તમને મોઢા અને દાંતોના રોગોથી પણ બચાવે છે. તુલસીના પાનને સૂકવી તેના પાઉડરે ટૂથપેસ્ટમાં મિક્સ કરી બ્રશ કરો. આ ઉપાયથી તમારા દાંત એકદમ ચમકદાર બનશે.

ગાજર

દરરોજ ગાજર ખાવાથી પણ દાંતોની પીળાશ ઓછી થાય છે. હકીકતમમાં ભોજન કર્યા બાદ ગાજર ખાવાથી તેમાં રહેલા રેશાઓ દાંતોની સરખી રીતે સફાઇ કરે છે.

એક્ટિવેટેડ ચારકોલ

એક્ટિવેટેડ ચારકોલ ખાસ કરીને તમારા દાંતોમાંથી પિગમેન્ટ્સ અને ડાઘાઓને દૂર કરવા માટે અસરકારક છે. આ ઉપરાંત તમારા દાંતમાંથી ટોક્સિન અને બેક્ટેરિયા પણ દૂર કરે છે. આજકાલ બજારમાં વિવિધ પ્રકારની ટૂથપેસ્ટ અને કેપ્સ્યૂલ ઉપલબ્ધ છે જેમાં ચારકોલ હોય છે. ચારકોસ ટૂથપેસ્ટ 4 સપ્તાહમાં ઇચ્છિત પરીણામ આપે છે.

પાણી ધરાવતા ફળોનું સેવન

વધુ પાણીનો ભાગ ધરાવતા ફળો ખાવાથી તમારા દાંત સ્વસ્થ અને સફેદ રહેશે. કારણ કે પાણી તમારા મોઢામાંથી કચરો સાફ કરશે. ભોજન લીધા બાદ આ પ્રકારના ફ્રૂટ ચાવવાથી તમારા મોઢામાં લાળ ઉત્પન્ન કરે છે અને તે તમારા કોઇ પણ હાનિકારક એસિડને સાફ કરે છે.

વર્ષ 2019માં ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એન્વાયરોનમેન્ટલ રિસર્ચ એન્ડ પબ્લિક હેલ્થ(IJERPH)માં જણાવ્યા અનુસાર, વિટામિન સીથી ભરપૂર ફળો ખાવાથી તમારા દાંતોની પીળાશ ઓછી થાય છે.

પાપેલ અને બ્રોમેલેન એક્સટ્રેક્ટ

જર્નલ ઓફ યંગ ફાર્માસિસ્ટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર, પાપેન અને બ્રોમેલેન ધરાવતી ટૂથપેસ્ટથી સફેદ દાંત મેળવી શકાય છે. પાઇનેપલમાં બ્રોમેલેન પ્રાકૃતિક રીતે મળી રહે છે. જ્યારે પાપેન પપૈયામાં મળી આવે છે.

મીઠું

પહેલાના સમયમાં જ્યારે ટૂથપેસ્ટ નહોતી ત્યારે આપણા પૂર્વજો મીઠા વડે પોતાના દાંત સાફ રાખતા હતા. આ પણ એક ખૂબ જૂની તરકીબ છે. મીઠામાં થોડો ચારકોલ મિક્સ કરી દાંત સાફ કરવાતી પીળાશ દૂર થાય છે.

લીમડો

લીમડાનો ઉપયોગ પ્રાચીન સમયથી દાંત સાફ કરવા માટે થઇ રહ્યો છે. લીમડામાં દાંત સાફ કરવાની અને બેક્ટેરિયા દૂર કરવાની ક્ષમતા રહેલી છે. આ એક પ્રાકૃતિક એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિ સેપ્ટિક છે. દરરોજ લીમડાના દાંતણ કરવાથી દાંતોના રોગ દૂર રહે છે.