લાઇફસ્ટાઇલઃ શિયાળામાં કેમ વધી જાય છે બ્લડપ્રેશર? BP કંટ્રોલમાં રાખવા આ 7 કામ કરો

અટલ સમાચાર, ડેસ્ક ખરાબ લાઈફસ્ટાઈલ અને પૌષ્ટિક આહારની કમીના કારણે આજે દર્ક બીજા વ્યકિતને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છે. બ્લડ પ્રેશરને સાઈલંટ કિલર પણ કહેવાય છે. તે લોકોને ઠંડીની ઋુતુમાં વધારે પરેશાન કરે છે. આ વાતાવરણમાં વ્યક્તિનું બ્લગપ્રેશર ઉપર-નીચે થતુ રહે છે. ઠંડીના લીધે બ્લડ સપ્લાઈ માટે હાર્ટ પર વઘારે દબાવ પડે છે. આર્ટરીઝ
 
લાઇફસ્ટાઇલઃ શિયાળામાં કેમ વધી જાય છે બ્લડપ્રેશર? BP કંટ્રોલમાં રાખવા આ 7 કામ કરો

અટલ સમાચાર, ડેસ્ક

ખરાબ લાઈફસ્ટાઈલ અને પૌષ્ટિક આહારની કમીના કારણે આજે દર્ક બીજા વ્યકિતને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છે. બ્લડ પ્રેશરને સાઈલંટ કિલર પણ કહેવાય છે. તે લોકોને ઠંડીની ઋુતુમાં વધારે પરેશાન કરે છે. આ વાતાવરણમાં વ્યક્તિનું બ્લગપ્રેશર ઉપર-નીચે થતુ રહે છે. ઠંડીના લીધે બ્લડ સપ્લાઈ માટે હાર્ટ પર વઘારે દબાવ પડે છે. આર્ટરીઝ તેમજ હાર્ટ પર વધારે દબાવ પડવાથી બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે. જેથી વ્યકિતને દિલ, કિડની, આંખો પર ખરાબ અસર સાથે ડિમેંશિયા જેવા રોગોનો પણ ખતરો થાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઠંડીમાં આ લક્ષણો જણાવશે કે તમારા બ્લડ પ્રેશરમાં ગડબડ છે કે નહિ

માથાનો દુખાવો
પસીનો આવવો
પાચનતંત્ર
ગભરામણ થવી

હાઈ બ્લડપ્રેશરથી આવી રીતે બચો

રોજ કરો કસરત – હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી દુર રહેવા માટે રોજ ઓછામાં ઓછા અડધો કલાક કાર્ડિયો કસરત કરો. નમકનું સેવન ઓછુ કરો – ખોરાકમાં નમકની માત્રાનું સેવન ઓછુ કરો. ડાયટમાં આહારમાં સોડિયમ પેકનો મોટાભાગનો ભાગ પ્રોસેસ્ડ ફૂડમાંથી આવે છે, જેને ટાળવાની જરૂર છે. ધ્યાન લગાવો – સંશોધન મુજબ ધ્યાન કરવાની વિવિધ રીતો વ્યક્તિના તણાવને દૂર કરે છે, પરંતુ હાઈ બ્લડ પ્રેશર પણ નિયંત્રિત થાય છે. ઘી-તેલનો ઉપયોગ ઓછો કરો – ફાસ્ટ ફૂડ, મેગી, ચિપ્સ,સૉસ, ચોકલેટ જેવા દેશી ઘી, વનસ્પતિ અથવા નારિયલ તેલનું સેવન વધારે માત્રામાં કરવાથી બચો.

મ્યૂઝીક અને ડાંસ – હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ રઆખવા માટે ટેંશન, થાક અને તણાવથી દૂર રહેવાની કોશિશ કરો. મૂડ હળવો રાખવા માટે મ્યૂઝિક સાંભળો, ડાંસ કરો. હેલ્દી ડાયટ – બ્લડ પ્રેશર કંટ્રોલ રાખવા માટે ડાયટમાં હાઈ-ફાઈબર યૂકત વસ્તુ જેવી કે, જુવાર, બાજરો, ઘંઉ, દલિયા અને સ્પ્રાઉટસ વગેરેને સામેલ કરો. તેમજ દરરોજ 10 ગ્લાસ પાણી પીવુ જોઈએ. સનબાથિંગ- ત્વચાના સ્તરમાં હાજર નાઇટ્રિક ઓકસાઈડ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. જ્યારે ત્વચા પર સૂર્યપ્રકાશ હોય છે, ત્યારે ત્વચામાં નાઇટ્રિક ઓકસાઈડનું પ્રમાણ વધી જાય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.