કડીઃ સર્વ વિદ્યાલય કેમ્પસમાં 133મી પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું

અટલ સમાચાર, મહેસાણા ગુજરાતી ભાષા પ્રત્યે બાળકો અને નાગરિકોની ફરજ અને જાગૃતિ માટે પુસ્તક પરબના માધ્યમથી સુંદર નોંધ લેવા જેવી પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં 133 પુસ્તક પરબ શરૂ કરાવીને લોકોની અંદર પુસ્તક પ્રેમ જગાડવાનું કામ કર્યુ છે. કડીના સર્વ વિધ્યાલય કેમ્પસ-રામભાઈ સંસ્કાર ભવન હોલમાં 133મી પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં
 
કડીઃ સર્વ વિદ્યાલય કેમ્પસમાં 133મી પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાતી ભાષા પ્રત્યે બાળકો અને નાગરિકોની ફરજ અને જાગૃતિ માટે પુસ્તક પરબના માધ્યમથી સુંદર નોંધ લેવા જેવી પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં 133 પુસ્તક પરબ શરૂ કરાવીને લોકોની અંદર પુસ્તક પ્રેમ જગાડવાનું કામ કર્યુ છે.

કડીઃ સર્વ વિદ્યાલય કેમ્પસમાં 133મી પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું
કડીના સર્વ વિધ્યાલય કેમ્પસ-રામભાઈ સંસ્કાર ભવન હોલમાં 133મી પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પસમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 500 જેટલા છોકરાઓ અને છોકરીઓએ પુસ્તક પરબમાં ભાગ લીધો. આ સાથે શાળાના શિક્ષકમિત્રો આચાર્ય કનુભાઇ ભૂ.પૂ.આચાર્ય ફૂલજીભાઇ સુપરવાઈજર અમૃતભાઇ કડીના નગરજનો અને સાહિત્ય-પુસ્તક પ્રેમીજનોએ હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો.

કડીઃ સર્વ વિદ્યાલય કેમ્પસમાં 133મી પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું
Advertise

આ પુસ્તક પરબની અંદર 150 જેટલા પુસ્તકો માતૃભાષા તરફથી 200 પુસ્તકો સર્વ વિદ્યાલય પુસ્તકાલય તરફથી 90 પુસ્તકો કડીના નગરજનો તરફથી 70 પુસ્તકો સેવક જીતુભાઇ તરફથી 80 પુસ્તકો જીતુભાઈ નાયક તરફથી પ્રાપ્ત થયા હતા. આમ પ્રથમ દિવસે જ 500 જેટલા પુસ્તકો ભેગા થઈ ગયા હતા. જેમાંથી 270 જેટલા પુસ્તકો પ્રથમ દિવસે જ વાચકોએ પસંદ કરી વાંચવા લઈ ગયા હતા.