LIVE@પીએમ મોદીઃ 80 કરોડ લોકોને નવેમ્બર સુધી અનાજ મફત અપાશે, બીજુ શું કહ્યુ જાણો

અટલ સમાચાર . ડેસ્ક પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે ચાર કલાકે દેશવાસીઓને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, કોરોના મહામારી વચ્ચે વિશ્વની સરખામણીએ ભારતની સ્થીતી સારી છે. લોકોએ ફરિથી સતર્કતા દેખાડવાની જરૂર છે. આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. ભારતમાં લાખો વ્યક્તિઓનો જીવ બચ્યો છે. અનલોક-1 થયુ ત્યારથી બેદરકારી વધી છે. સામાજિક જીવનમાં બેદરકારી વધી છે.
 
LIVE@પીએમ મોદીઃ 80 કરોડ લોકોને નવેમ્બર સુધી અનાજ મફત અપાશે, બીજુ શું કહ્યુ જાણો

અટલ સમાચાર . ડેસ્ક

પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે ચાર કલાકે દેશવાસીઓને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, કોરોના મહામારી વચ્ચે વિશ્વની સરખામણીએ ભારતની સ્થીતી સારી છે. લોકોએ ફરિથી સતર્કતા દેખાડવાની જરૂર છે. આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. ભારતમાં લાખો વ્યક્તિઓનો જીવ બચ્યો છે. અનલોક-1 થયુ ત્યારથી બેદરકારી વધી છે. સામાજિક જીવનમાં બેદરકારી વધી છે. આવી બેદરકારી ચિંતાનો વિષય છે. નિયમોનું પાલન કરવા લોકોને ટોકવા પડશે. કન્ટેઇનમેન્ટ જોનમાં વધુ ધ્યાન આપવું પડશે. 130 કરોડ લોકોના જીવની રક્ષાનું અભિયાન હાથ ધર્યુ છે. ગરીબ ભુખ્યા ન રહે તેનું ધ્યાન રાખવું. કોઇપણ વ્યક્તિ નિયમોથી ઉપર નથી. 80 કરોડ લોકોને નવેમ્બર સુધી અનાજ મફત અપાશે. પાચ કિલો ઘઉ કે ચોખા દર મહિને મફત અપાશે.

પીએમ મોદીએ દેશની જનતાને સંબોધતા કહેલા મહત્વના મુદ્દા

– લોકડાઉન થતા જ અમે પીએમ ગરીબ કલ્યાણ યોજના લાવ્યાઃ મોદી
– દેશમાં 80 કરોડથી વધુ લોકોને રાશન આપ્યુ
– પીએમ ગરીબ કલ્યાણ યોજના વધારાઇ છે. નવેમ્બરના અંત સુધિ યોજના વધારાઇ, યોજનામાં 90 હજાર કરોડનો ખર્ચ થશે. ગરીબોને સૌથી વધુ લાભ મળશે. દરેક પરિવારને એક કીલો ચણા દર મહિને અપાશે.

– એક રાષ્ટ્ર,એક કાર્ડની વ્યવસ્થા, આગામી પાંચ માસ માટે સરકાર મફત રાશન આપશે
– દરેક ખેડૂત, કરદાતાને નમન, આર્થિક પ્રવૃતિઓને વધુ આગળ વધારાશે, ખેડૂતોએ દેશના અન્ન ભંડારોને ભરી દીધા છે
– દેશમાં કોઇ ભાઇ બહેન ભુખ્યા નહી સુવેઃમોદી
– આત્મ નિર્ભર ભારત માટે રાત-દિવસ એક કરીશુંઃમોદી
– સામાજિક, વ્યક્તિગત જીવનમાં બેદરકારી વધી, લોકો સતર્કતા દાખવેઃ મોદી, આપણે અનલોક 2માં પ્રવેશ કરી રહ્યા છીએ

  • ગરીબ પરિવારોને 31 હજાર કરોડ રૂપિયા આપ્યા, ખેડૂતોને 18 હજાર કરોડની મદદ કરીઃ પીએમ મોદી

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે ચાર કલાકે ( આજે) રાષ્ટ્રને નામ સંબોધન કર્યુ છે. કોરોનાના ખતરાના મુદ્દા પર પીએમ નરેન્દ્ર મોદીએ વાત કરી હતી. દેશમાં કોરોનાના કહેર વચ્ચે આ છઠ્ઠીવાર નરેન્દ્ર મોદી દેશવાસીઓને સંબોધી રહ્યા છે. મોદીજી કોરોના વાયરસના આતંક અને લોકડાઉન દરમિયાન સમયાંતરે દેશની જનતાનું મનોબળ મજબુત કરવા સંબોધન કરતા રહ્યા છે.