LCB@હિંમતનગર: બાતમી આધારે ટ્રકમાંથી 9.60 લાખના દારૂ સાથે ઇસમ ઝબ્બે, 3 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર કોરોનાકાળ વચ્ચે સાબરકાંઠા LCBએ હિંમતનગર ટાઉનમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડતાં હડકંપ મચી ગયો છે. LCB PIને મળેલી આધારે ટીમે સહકારી જીન ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી ટ્રક આવતાં તેમાં તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. LCBની ટીમે
 
LCB@હિંમતનગર: બાતમી આધારે ટ્રકમાંથી 9.60 લાખના દારૂ સાથે ઇસમ ઝબ્બે, 3 સામે FIR

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

કોરોનાકાળ વચ્ચે સાબરકાંઠા LCBએ હિંમતનગર ટાઉનમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડતાં હડકંપ મચી ગયો છે. LCB PIને મળેલી આધારે ટીમે સહકારી જીન ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી ટ્રક આવતાં તેમાં તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. LCBની ટીમે ટ્રકમાંથી 9.60 લાખનો દારૂ અને ટ્રક સહિત કુલ કિ.રૂ.19,65,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલિકે પ્રોહિબિશન લગત કડક કાર્યવાહી કરવાના આદેશ આપેલ છે. જે અનુસંધાને LCB PI એમ.ડી.ચંપાવતના માર્ગદર્શન હેઠળ LCB PSI જે.પી.રાવ, જે.આર.દેસાઇ, બી.યુ.મુરીમા, ASI વિક્રમસિંહ, ASI સનતકુમાર, APC અમરતભાઇ, પ્રકાશકુમાર, APC વિજયકુમાર, રાજેશકુમાર ડ્રા.PC ચંદ્રસિંહ અને કાળાજી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન LCB PIને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજસ્થાનથી દારૂ ભરીએ એક ટ્રક સાબરકાંઠા જીલ્લામાં થઇ અમદાવાદ તરફ જનાર છે.

LCB@હિંમતનગર: બાતમી આધારે ટ્રકમાંથી 9.60 લાખના દારૂ સાથે ઇસમ ઝબ્બે, 3 સામે FIR

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ચોક્કસ બાતમી હોઇ LCBની ટીમે તાત્કાલિક વોચ ગોઠવી હતી. આ દરમ્યાન બાતમીવાળી ટ્રક આવતાં તેને રોકી તલાશી લેતાં ટીમ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી LCBએ વિદેશી દારૂની પેટીઓ નંગ-200 બોટલો નંગ-2400 કિ.રૂ. 9,60,000નો ઝડપી પાડ્યો હતો. આ સાથે મોબાઇલ નંગ-1 કિ.રૂ.5,000 અને ટ્રકની કિ.રૂ.10,000 મળી કુલ કિ.રૂ.19,65,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે દારૂ ભરી આપનાર, દારૂ લેવા આવનાર સહિત કુલ ત્રણ ઇસમો સામે હિંમતનગર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો છે. પોલીસે તમામ સામે પ્રોહી એક્ટ કલમ 65-A, 65(e), 116-B, 98(2), 81, 83 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ લોકો સામે નોંધાઇ ફરીયાદ

  1. કિષ્ણકુમાર રામેશ્વરલાલ જાટ (પકડાયેલા આરોપી) 
  2. કરમપાલ (દારૂ ભરી આપનાર) 
  3. અજાણ્યો ઇસમ (દારૂ લેવા આવનાર)