લોકલ ક્રાઈમ બ્રાન્ચઃ એક જ દિવસમાં ચોરીના બે ભેદ ઉકેલ્યા, આરોપીઓ ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા એલસીબી પોલીસે મહેસાણામાંથી ચોરાયેલ ગાડી તેમજ વિસનગરમાંથી મોટર સાઈકલ ચોરીના બે કેસ ઉકેલી ગુનેગારોની અટક કરવામાં આવી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં અલગ અલગ જગ્યાએથી બે ચોરીના ગુનાઓના આરોપીઓને જેલમાં ધકેલી દીધા છે. પોલીસ સ્ટાફ એસ.એસ.નિનામા, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી., મહેસાણા તથા એએસઆઈ
 
લોકલ ક્રાઈમ બ્રાન્ચઃ એક જ દિવસમાં ચોરીના બે ભેદ ઉકેલ્યા, આરોપીઓ ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા

એલસીબી પોલીસે મહેસાણામાંથી ચોરાયેલ ગાડી તેમજ વિસનગરમાંથી મોટર સાઈકલ ચોરીના બે કેસ ઉકેલી ગુનેગારોની અટક કરવામાં આવી છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં અલગ અલગ જગ્યાએથી બે ચોરીના ગુનાઓના આરોપીઓને જેલમાં ધકેલી દીધા છે. પોલીસ સ્ટાફ એસ.એસ.નિનામા, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી., મહેસાણા તથા એએસઆઈ હીરાજી, એએસઆઈ રત્નાભાઇ, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ, મહેન્દ્રકુમાર, નિલેશકુમાર, રશ્મેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ સહિતના માણસોએ આઠ માસ અગાઉ મહેસાણાના વાઈડ એંગલ પાસેથી ચોરાયેલી ગાડીના આરોપીઓને અટકમાં લીધા છે.

વિસનગર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મોટર સાઈકલ ચોરીના આરોપીને આઇ.ટી.આઇ.ચાર રસ્તા ઉપર પટેલ દીપક ઉર્ફે ભુરો વિષ્ણુભાઇ રહે.કાંસા ગણપતિપરૂ ખારાકુવાની વાડી તા.વિસનગરવાળાને કડક પુછપરછ કરી હતી. જેમાં તેણે કાંસા ચાર રસ્તા પાસેની મીઠાઈની દુકાન નજીકથી મોટર સાયકલ ચોર્યાની કબૂલાત કરી હતી.

આમ મહેસાણા એલ.સી.બી. પોલીસે ફોર વ્હીલર તથા ટુ વ્હીલર મળી વાહન ચોરીના બે ગુના શોધી કાઢી મુદ્દામાલ રીકવર કર્યો હતો.