લૉકડાઉન: શ્રમિકો ચાલતાં વતને જતા નડ્યાં અકસ્માત, 4ના મોત

અટલ સમાચાર, ડેસ્ક મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈ તાલુકા વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોએ ચાર લોકોને કચળી નાખ્યા છે. જેના કારણે આ આ ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ સાથે અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, આ ઘટના પરૌલ ગામ પાસે સવારે ત્રણ
 
લૉકડાઉન: શ્રમિકો ચાલતાં વતને જતા નડ્યાં અકસ્માત, 4ના મોત

અટલ સમાચાર, ડેસ્ક

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈ તાલુકા વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોએ ચાર લોકોને કચળી નાખ્યા છે. જેના કારણે આ આ ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ સાથે અન્ય ત્રણ લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, આ ઘટના પરૌલ ગામ પાસે સવારે ત્રણ વાગ્યે બની છે. પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોએ મુંબઈથી ગુજરાત ચાલતા જતા લોકો પર ચડી જતાં આ ગંભીર અકસ્માત થયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ દુર્ઘટના બાદ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાયા છે તથા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આરોપી ટેમ્પોના ડ્રાઈવરની પણ ધરપકડ કરાઈ છે. વિરાર પોલીસ આ અંગે આગળની તપાસ ચલાવી રહી છે.

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે 21 દિવસનું સરકારે લોકડાઉન જાહેર કર્યું છે, જેના કારણે શહેરોમાં રહી મજૂરી કામ કરતા અને રોજીરોટી કમાતા આ લોકોના કામ ધંધા ઠપ્પ થતાં પોતાના માદરે વતન જવા નિકળી પડ્યા છે. હજારો લોકો વાહન ન મળતા ચાલતા-ચાલતા પોતાના વતન તરફ રવાના થયા છે.