લોકડાઉનઃ ટપાલી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને હોમ ડિલિવરીનું કામ કરશે

અટલ સમાચાર, ડેસ્ક હવે ટપાલી ટપાલ જ નહીં, પરંતુ દવાઓ, શાકભાજી, ફળ, લોટ, દાળ અને અન્ય ચીજવસ્તુઓની પણ હોમ ડિલિવરી કરશે. આ માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને પાર્સલ બુક કરાવવું પડશે. લૉકડાઉનમાં પણ આ સુવિધાઓ પોસ્ટ ઓફિસથી સામાન્ય લોકો સુધી પહોંચાડાઈ રહી છે. તમે તમારું પાર્સલ દેશના કોઈ પણ ખૂણામાં મોકલી શકો છો. કેન્દ્ર
 
લોકડાઉનઃ ટપાલી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને હોમ ડિલિવરીનું કામ કરશે

અટલ સમાચાર, ડેસ્ક

હવે ટપાલી ટપાલ જ નહીં, પરંતુ દવાઓ, શાકભાજી, ફળ, લોટ, દાળ અને અન્ય ચીજવસ્તુઓની પણ હોમ ડિલિવરી કરશે. આ માટે તમારે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને પાર્સલ બુક કરાવવું પડશે. લૉકડાઉનમાં પણ આ સુવિધાઓ પોસ્ટ ઓફિસથી સામાન્ય લોકો સુધી પહોંચાડાઈ રહી છે. તમે તમારું પાર્સલ દેશના કોઈ પણ ખૂણામાં મોકલી શકો છો. કેન્દ્ર સરકારે રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓના પાર્સલ થકી હોમ ડિલિવરીનું કામ પોસ્ટ ઓફિસને સોંપ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સપૂર્ણ લૉકડાઉન વખતે પોતાના કોઈ સગાસંબંધી કે પરિચિતને કોઈ ચીજવસ્તુ મોકલવા ઈચ્છો છો, તો આ સુવિધાનો લાભ લઈ શકો છો. દેશભરમાં ચાલુ થનારી આ સુવિધાને લઈને જલંધર ડિવિઝન પોસ્ટ ઓફિસના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ નરેન્દ્ર કુમાર કહે છે કે, પંજાબ સિવાય મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, કોલકાતા અને પૂણે સહિત પાંચ શહેર માટે પણ ચીજવસ્તુઓ મોકલવાનું બુકિંગ થઈ શકશે. એટલું જ નહીં, કર્ફ્યૂ દરમિયાન જે લોકો પૈસા લેવા બેંક સુધી ના જઈ શકે, તેમને પોસ્ટ ઓફિસ રોકડ રકમ પણ પહોંચાડશે. જલંધરમાં રોજ આશરે 200 લોકોને રોકડ પહોંચાડાઈ રહી છે

જો તમારું બેંક ખાતું આધાર સાથે લિંક છે, તો ટપાલીને તમારું આધાર કાર્ડ બતાવીને રૂ. 500થી રૂ. 5000 સુધીની રકમ પણ તમે ઘરે મંગાવી શકશો. આ માટે તમારું કોઈ પણ બેંકમાં ખાતું હોવું જરૂરી છે. આધાર મળતા જ બાયોમેટ્રિકથી ટપાલી જે તે રકમ નીકાળીને તમને આપી દેશે. આ પૈસા તમારા ખાતામાંથી જ કપાશે. આ યોજનાથી જલંધરમાં રોજ આશરે 200 લોકોને રોકડ પહોંચાડાઈ રહી છે. અત્યાર સુધી 900થી વધુ લોકોને તેમના ઘરે રોકડ પહોંચાડાઈ ચૂકી છે. આ યોજનાનો લાભ ગ્રામીણોને સૌથી વધુ મળી રહ્યો છે. બહાર નથી નીકળી શકતા, તો ફોન પર સુવિધાનો લાભ લઈ શકો છો.