લૉકડાઉન: JIOની ઑફર, બીજાનું રિચાર્જ કરો અને કમિશન મેળવો, જાણો શું છે પ્લાન?

અટલ સમાચાર, ડેસ્ક દેશમાં લાગુ લૉકડાઉનની વચ્ચે રિલાયન્સ જિયોદ્વારા જોરદાર ઑફર શરૂ કરવામાં આવી છે. જિયોએ તાજેતરમાંજ ‘jio associate program’ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત જિયો દ્વારા તમને કમાણી કરવાનો મોકો આપવામાં આવશે. તમે તમારા સગાવાલા કે નજીકના લોકોનું રિચાર્જ કરીને કમિશન મેળવી શકશો. શું છે પ્લાન: જિયો દ્વારા આપાવમાં આવેલી જાણકારી મુજબ રિચાર્જ
 
લૉકડાઉન: JIOની ઑફર, બીજાનું રિચાર્જ કરો અને કમિશન મેળવો, જાણો શું છે પ્લાન?

અટલ સમાચાર, ડેસ્ક

દેશમાં લાગુ લૉકડાઉનની વચ્ચે રિલાયન્સ જિયોદ્વારા જોરદાર ઑફર શરૂ કરવામાં આવી છે. જિયોએ તાજેતરમાંજ ‘jio associate program’ શરૂ કર્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત જિયો દ્વારા તમને કમાણી કરવાનો મોકો આપવામાં આવશે. તમે તમારા સગાવાલા કે નજીકના લોકોનું રિચાર્જ કરીને કમિશન મેળવી શકશો.

શું છે પ્લાન:

જિયો દ્વારા આપાવમાં આવેલી જાણકારી મુજબ રિચાર્જ કરનારા લોકોને 4 ટકા જેટલું કમિશન મળશે. લોકો લૉકડાઉનમાં રિચાર્જ નથી કરી શકતા ત્યારે જિયો દ્વારા પોતાના ગ્રાહકો માટે એક સારી તક આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જિયોએ અગાઉ જણાવ્યું હતું કે લૉકડાઉન દરમિયાન જો કોઈ ગ્રાહકની સેવા સમાપ્ત થવાની હશે તો પણ 3 મે સુધી તેના ફોનમાં ઇનકમિંગની સુવિધા કાયમ રહેસે. Myjio અને Jio.કોમ ગ્રાહકોની કપરા સમયમાં મદદ કરતું રહેશે. Jio (Jio) સુનિશ્ચિત કરે છે કે દરેક Jio વપરાશકર્તા તેમના રિચાર્જ, સેવા પ્રશ્નો અને વિનંતીઓ માટે MyJio એપ્લિકેશન અને Jio.com સાથે જોડાય અને તેમને Jio.com વેબસાઇટ 24 * 7 થી તેમની સમસ્યાનું સમાધાન મળશે.

જિયોના રિચાર્જ માટે તમામ ડિજીટલ પ્લેટફોર્મ પણ સક્રિય છે. ગ્રાહકો PhonePe, PayTM, G-pay, AmazonPay, Mobikwik, Freecharge પરથી પણ પોતાના મોબાલઇમાં રિચાર્જ કરાવી શકશે.