લોકડાઉન: ત્રણ કલરનાં ઝોન દ્વારા સમજો જિલ્લાની સ્થિતિ, રેડમાં ચિંતાજનક

અટલ સમાચાર, ડેસ્ક ગૃહમંત્રાલય તરફથી જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, લૉકડાઉનથી કોરોના વાયરસ સામેની લડાઇમાં દેશને ઘણો લાભ થયો છે. લૉકડાઉનને 4 મે થી આગામી બે સપ્તાહ સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે 17 મે સુધી લૉકડાઉન રહેશે. રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન માટે અલગ-અલગ ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં આવી છે. ગ્રીન
 
લોકડાઉન: ત્રણ કલરનાં ઝોન દ્વારા સમજો જિલ્લાની સ્થિતિ, રેડમાં ચિંતાજનક

અટલ સમાચાર, ડેસ્ક

ગૃહમંત્રાલય તરફથી જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, લૉકડાઉનથી કોરોના વાયરસ સામેની લડાઇમાં દેશને ઘણો લાભ થયો છે. લૉકડાઉનને 4 મે થી આગામી બે સપ્તાહ સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે 17 મે સુધી લૉકડાઉન રહેશે. રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન માટે અલગ-અલગ ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં આવી છે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ઘણી છૂટ આપવામાં આવી છે.

ગ્રીન ઝોનના જીલ્લાઓમાં બધી મોટી આર્થિક ગતિવિધિઓને છૂટ આપવામાં આવી છે. ઓફિસ અને ફેક્ટરીઓ શરતો સાથે શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ રાખવામાં આવશે. આ સિવાય કાર્યસ્થળને સમય-સમય પર સેનિટાઇઝ કરવા પડશે. આ રાહત ફક્ત ગ્રીન ઝોનના વિસ્તારો માટે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે રેડ ઝોનના જીલ્લાઓમાં મોટી સંખ્યામાં અન્ય ગતિવિધિઓની મંજૂરી રહેશે. ગ્રામીણ ક્ષેત્રોમાં બધા ઓદ્યોગિક અને નિર્માણ ગતિવિધિઓ, જેમાં મનરેગા કાર્ય, ઇટ-ભઠ્ઠા સામેલ છે. તેમને મંજૂરી આપવામાં આવી છે.

કેટલીક ગતિવિધિઓ આખા ભારતમાં બધા ઝોનમાં બંધ રહેશે. જેમાં હવાઇ માર્ગ, રેલવે, મેટ્રો અને સડક માર્ગ દ્વારા આંતરરાજ્ય અવરજવર સહિત સ્કૂલ, કોલેજ અને અન્ય શૈક્ષણિક-પ્રશિક્ષણ/કોચિંગ સંસ્થાનું સંચાલન સામેલ છે.

17 મે સુધી આ બધું બંધ રહેશે

– 17 મે સુધી ટ્રેન, હવાઇ માર્ગ, મેટ્રો સેવા બંધ રહેશે
– બધા શિક્ષણ સંસ્થાન 17 મે સુધી બંધ રહેશે
– મોલ, સિનેમા હોલ, સ્પોર્ટ્સ ક્લબ પણ બંધ રહેશે
– સ્કૂલ, કોલેજ, સંસ્થાન, ગેસ્ટ હાઉસ, હોટલ, રેસ્ટોરન્ટ
– મોટી સભાના સ્થળ, જેવા કે સિનેમા હોલ, મોલ, જિમ
– રમતના મેદાન, સામાજિક, રાજનીતિક, સાંસ્કૃતિક અને બધા પ્રકારની સભા
– ધાર્મિક સ્થાન, પૂજા સ્થળ જનતા માટે બંધ રહેશે

રેડ ઝોનમાં શું ખુલશે –

રેડ ઝોનના જીલ્લાઓમાં મોટી સંખ્યામાં અન્ય ગતિવિધિઓની મંજૂરી રહેશે. ગ્રામીણ ક્ષેત્રોમાં બધા ઓદ્યોગિક અને નિર્માણ ગતિવિધિઓ જેમાં મનરેગા કાર્ય સામેલ છે. ખેતીના બધા કામકાજ જેવા કે વાવણી, કાપણી, ખરીદીની મંજૂરી છે. વિત્તીય ક્ષેત્રનો એક મોટો હિસ્સો ખુલ્લો રહેશે. જેમાં બેંક, એનબીએફસી વિત્ત કંપનીઓ, વિમા અને પૂંજી બજારની ગતિવિધિઓ અને સહકારી સમિતિઓ સામેલ છે.

ઓરેન્જ ઝોનમાં શું ખુલશે

ઓરેન્જ ઝોનમાં ટેક્સીઓ અને કેબ એગ્રીગેટરોને ફક્ત 1 ડ્રાઇવર અને 2 યાત્રી સાથે મંજૂરી આપવામાં આવશે. ઓરેન્જ ઝોનમાં વ્યક્તિઓ અને વાહનોનું અંતર જિલ્લા અવરજવરને થોડી ગતિવિધિઓ માટે મંજૂરી આપવામાં આવશે. ચાર પૈડાના વાહનમાં વધારેમાં વધારે 2 યાત્રી રહેશે.

ગ્રીન ઝોનમાં શું ખુલશે

– ગ્રીન ઝોનમાં 50% સવારી સાથે બસો ચાલી શકે છે.
– સાંજે 7 થી સવારે 7 સુધી અવરજવરની મંજૂરી નહીં
– બસ ડેપોમાં 50% કર્મચારીઓથી કામ