લાડોલઃ વિજાપુર રહેતી 14 વર્ષની સગીરાને રાજસ્થાની ઈસમ ભગાડી જતાં ત્રણ સામે ફરિયાદ

અટલ સમાચાર, મહેસાણા સગીરાઓને ભગાડી જવાના બનાવો વધી રહ્યા હોઈ સભ્ય સમાજ માટે ચિંતાનો પ્રશ્ન ઉદભવ્યો છે. વિજાપુરમાં રહેતી એક 14 વર્ષની સગીરાને રાજસ્થાની યુવક લલચાવી-ફોસલાવી ભગાડી જતાં ત્રણ સામે લાડોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. ઘટનાની પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ દાહોદ જિલ્લાનો આદિવાસી પરિવાર કામધંધા અર્થે વિજાપુરમાં રહે છે. આ પરિવારની માત્ર
 
લાડોલઃ વિજાપુર રહેતી 14 વર્ષની સગીરાને રાજસ્થાની ઈસમ ભગાડી જતાં ત્રણ સામે ફરિયાદ

અટલ સમાચાર, મહેસાણા

સગીરાઓને ભગાડી જવાના બનાવો વધી રહ્યા હોઈ સભ્ય સમાજ માટે ચિંતાનો પ્રશ્ન ઉદભવ્યો છે. વિજાપુરમાં રહેતી એક 14 વર્ષની સગીરાને રાજસ્થાની યુવક લલચાવી-ફોસલાવી ભગાડી જતાં ત્રણ સામે લાડોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ઘટનાની પ્રાપ્ત થતી માહિતી અનુસાર મૂળ દાહોદ જિલ્લાનો આદિવાસી પરિવાર કામધંધા અર્થે વિજાપુરમાં રહે છે. આ પરિવારની માત્ર 14 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઈરાદે મસા મહેશ રામાભાઈ રહે.સીરકણી તા.રામકામણા, જિ.બાસવાડા-રાજસ્થાનવાળો ભગાડી ગયો છે. તેમજ તેને મદદગારી કરનાર ગરવાલ વિરા લોજાભાઇ રહે-પાટવેલ નવા ઘર ફળીયું તા.ફતેપુરા જી.દાહોદ, મુકેશભાઇ રામાભાઇ મસા રહે સીરકણી તા.રામકામણા જી.બાસવાડા (રાજસ્થાન) વિરુદ્ધ સગીરાના પિતાએ લાડોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ત્રણ સામે ગુનો નોંધી સગીરા અને આરોપીઓને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે.