લોકસભા@ગુજરાત: 11 વાગ્યા સુધી રાજયમાં થયેલી નવાજુનીનો વિશેષ રીપોર્ટ

અટલ સમાચાર,મહેસાણા લોકસભા ચુંટણીનું મતદાન સવારથી શરૂ થઇ ચુકયુ છે. મંગવારે લોકો મતદાન મથકે મત આપવા પહોચ્યા છે. મંગળવારે દેશના 15 રાજ્યોની 117 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ગુજરાત, કેરળ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, આસામ, દાદરા નાગરહવેલી, દમણ અને દીવની લોકસભા બેઠકો પર મતદાન થશે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ
 
લોકસભા@ગુજરાત: 11 વાગ્યા સુધી રાજયમાં થયેલી નવાજુનીનો વિશેષ રીપોર્ટ

અટલ સમાચાર,મહેસાણા

લોકસભા ચુંટણીનું મતદાન સવારથી શરૂ થઇ ચુકયુ છે. મંગવારે લોકો મતદાન મથકે મત આપવા પહોચ્યા છે. મંગળવારે દેશના 15 રાજ્યોની 117 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ગુજરાત, કેરળ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, આસામ, દાદરા નાગરહવેલી, દમણ અને દીવની લોકસભા બેઠકો પર મતદાન થશે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય હોવાના કારણે ભાજપ તમામ બેઠકો પર જીત મેળવવાની આશા રાખીને બેઠો છે. જ્યારે કોંગ્રેસ તેના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ પર મદાર રાખીને બેઠી છે.

મંગળવારે સવારે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા જઇ રહયા છે ત્યારે દાદરા નાગરહવેલીના દાદરીપાડા ખાતે નવદંપત્તિએ સાત ફેરા ફરતા પહેલા મતદાન કર્યું. તો બીજી તરફ વલસાડના ઓલગામ ખાતે પણ કપલે લગ્ન પહેલા મતદાન કર્યું. પીઠી લગાવીને યુવક યુવતી મતદાન કરવા પહોંચ્યા હતાં.  આ સાથે પીએમ મોદી, અમિત શાહ, વિજય રૂપાણી, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, લલિત કગથરા, એ.જે.પટેલ (મહેસાણા), કિરીટ પટેલ (ધારાસભ્ય,પાટણ), આનંદીબેન પટેલ, ક્રિકેટર ચેતેશ્વર પૂજારા, ગુજરાત રાજયના મુખ્ય સચિવ ડો.જેએન સિંઘ વગેરેએ મતદાન કર્યુ હતુ.

ગુજરાતમાં અનેક જગ્યાએ ઇવીએમ ખોટકાયા

ઉત્તર ગુજરાતમાં 35થી વધુ EVMમાં ખામી સર્જાઈ
દક્ષિણ ગુજરાતમાં 16 EVMમાં ખામી સર્જાઈ
સૌરાષ્ટ્રમાં 30 EVM અને 25 VVPATમાં સર્જાઈ ખામી
મધ્ય ગુજરાતમાં 32 EVM અને 6 VVPATમાં ખામી સર્જાઈ
વડોદરાના સાવલી ખાતે ઈવીએમ ખોટકાયા
છોટાઉદેપુરમાં 2 ઈવીએમ મશીન ખોટકાયા
મધ્યગુજરાતમાં પણ 7 જગ્યાએ ઈવીએમ ખોટકાયું
નવસારીના ચોયાર્સી વિધાનસભા બુથ ખાતે ઈવીએમ ખોટકાયું
અમદાવાદના મમતપુરામાં EVM ખોટકાયું
ધોળકામાં EVM ખોટકાયું
સાબરકાંઠાના પ્રાંતિજના સલાલમાં EVM ખોટકાયું
તલોદના સુલતાનપુરમાં EVM ખોટકાયુ
વાધોડિયા તાલુકાના સનોલી ખાતે ઈવીએમ ખોટવાયું.
પાટણના સાંતલપુરમાં EVM ખોટકાયું, લુનીચાના ગામે EVM ખોટકાયું
મહેસાણામાં બુથ નંબર 94 પર ઈવીએમ ખોટકાયું
મહેસાણાની સંસ્કાર જ્યોતિ વિદ્યાલયમાં EVM ખોટકાયું
પ્રાંતિજના સલાલમાં EVM ખોટકાયું, સવારથી EVM ખોટકાતા મતદાનમાં વિલંબ
વલસાડમાં ધોબીતળાવમાં ઈવીએમ ખોટકાયું

ઉત્તર ગુજરાતના રાધનપુરના દસ ગામમાં ઈવીએમ મશીન ખોટકાયાના અહેવાલ છે. જોકે તાત્કાલિક ધોરણે ઈવીએમ બદલવામાં આવ્યાં છે. બુથ નંબર 275 ભાણવડમાં 42 મત પડ્યા બાદ ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ અને મશીન બદલવાની ફરજ પડી હતી. આ બાજુ ગાંધીનગરમાં પણ ઈવીએમ ખોટકાયા છે. 5થી વધુ બૂથો પર ઈવીએમ બદલવામાં આવ્યાં છે. મોરવાહડફના વાસડેલીયા ગામે, લુનીચાના ગામે પણ ઈવીએમ ખોટકાયું. વ્યારાના કે.કે. કદમ વિદ્યાલયના ઈવીએમને ચાલુ થવામાં વિલંબ લાગ્યો. સખી મતદાન મથકમાં પણ ઈવીએમ ખોટકાયું. વ્યારાની દક્ષિણપથ હાઈસ્કૂલમાં પણ ઈવીએમ શરૂ થવામાં વિલંબ થયો. જો કે દક્ષિણપથ હાઈસ્કૂલમાં અડધા કલાક બાદ ઈવીએમ શરૂ થયા હતાં. ઉમરગામ તાલુકાના ધોડિપાડાના 145 મથકનું ઈવીએમ ખોટકાતા મતદાનમાં વિલંબ થતા મતદારોમાં રોષ જોવા મળ્યાં.

મતદાન બાદ પીએમ મોદીએ આપ્યું નિવેદન

લોકસભા@ગુજરાત: 11 વાગ્યા સુધી રાજયમાં થયેલી નવાજુનીનો વિશેષ રીપોર્ટરાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યા બાદ પીએમ મોદીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ,’ત્રીજા તબક્કાનું મતદાન છે. મારું સૌભાગ્ય છે કે મને મારું કર્તવ્ય નિભાવવાની ગૌરવભરી પળ ગૃહરાજ્ય ગુજરાતમાં મત આપવાની તક મળી. જે રીતે કુંભના મેળામાં સ્નાન કરીને એક પવિત્ર આનંદ આવે છે. તેજ રીતે લોકતંત્રના આ મહાપર્વમાં મત આપીને હું તેવી અનુભૂતિ કરું છું. દેશના તમામ નાગરિકો ભાઈઓ બહેનોને આગ્રહ કરીશ કે તેઓ લોકતંત્રના આ પર્વમાં જ્યાં પણ મતદાન બાકી છે ત્યાં પૂરેપૂરા ઉત્સાહ અને એક ઉત્સવ તરીકે મતદાન કરે. મતદાન કોને કરે કે કોને ન કરે. દેશમાં નિર્ણાયક સરકાર બનાવવાની તેમની સક્રિય ભાગીદારીનું હું સ્વાગત કરું છું.

 

તમારો એક મત દેશને સમૃદ્ધ બનાવી શકે: અમિત શાહ

લોકસભા@ગુજરાત: 11 વાગ્યા સુધી રાજયમાં થયેલી નવાજુનીનો વિશેષ રીપોર્ટમતદાન કર્યા બાદ અમિત શાહે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ગુજરાતની 26 બેઠકો પર ઉત્સાહજનક મતદાનના અહેવાલ છે. દેશભરના મતદારોને અપીલ કરતા કહ્યું કે ભારે સંખ્યામાં બહાર નીકળીને લોકતંત્રના ઉત્સવમાં પોતાની ભાગીદારી નોંધાવો. તમારો એક મત દેશને સમર્થ બનાવી શકે છે, સમૃદ્ધ બનાવી શકે છે, દેશને વિકાસના પાટા પર ચઢાવી શકે છે. ખાસ કરીને યુવાઓ અને જેમને પ્રથમવાર મતાધિકાર મળ્યો છે તેમને અપીલ છે કે તમારે ભવિષ્યના ભારતના નિર્માણ માટે મતદાન કરવાનું છે. દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તથા દેશના અર્થતંત્રને ગતિ આપવા માટે મતદાન કરવાની લોકોને અપીલ કરી.

એમપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજ ખાતે કર્યું મતદાન

મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શીલજ પ્રાથમિક શાળા ખાતે લાઈનમાં ઊભા રહીને મતદાનની ફરજ બજાવી. ગરમીના માહોલમાં પણ તેમને 80થી 85 ટકા મતદાન થાય તેવી શક્યતા વર્ણવી.

મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટમાં મતદાન કર્યું

લોકસભા@ગુજરાત: 11 વાગ્યા સુધી રાજયમાં થયેલી નવાજુનીનો વિશેષ રીપોર્ટગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ ખાતે મતદાન કર્યું. તેમણે લોકોને જંગી મતદાન કરવાની પણ અપીલ કરી. તેમણે કહ્યું કે લોકોમાં મતદાન કરવા માટે ખુબ ઉત્સાહ છે. સીએમ રૂપાણી સાથે તેમના પત્ની પણ હતાં. અંજલી રૂપાણીએ પણ મતદાન કર્યું.

રાજકોટના કોંગ્રેસના ઉમેદવારે રૂપાણીના લીધા આશીર્વાદ

રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પગે લાગીને આશીર્વાદ લીધા. મતદાન મથકની બહાર નીકળતા જ પગે લાગ્યા હતાં. વડીલોના આશીર્વાદ લેવા એ સંસ્કાર માનીને તેઓ રૂપાણીને પગે લાગ્યા હતાં.

પીએમ મોદીના માતા હીરાબાએ રાયસણ ખાતે કર્યું મતદાન

પીએમ મોદીના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણના મતદાન મથકે જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમની સાથે પીએમ મોદીના નાના ભાઈ પંકજ મોદી પણ હાજર હતાં.

લોકસભા@ગુજરાત: 11 વાગ્યા સુધી રાજયમાં થયેલી નવાજુનીનો વિશેષ રીપોર્ટ
એ.જે.પટેલે તેમના વતન ચાણસ્મા તાલુકાના ચવેલી ગામે મતદાન કર્યુ

મહેસાણા લોકસભાના ઉમેદવાર એ.જે.પટેલે તેમના વતન ચાણસ્મા તાલુકાના ચવેલી ગામે મતદાન કર્યુ.

લોકસભા@ગુજરાત: 11 વાગ્યા સુધી રાજયમાં થયેલી નવાજુનીનો વિશેષ રીપોર્ટ
ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ કર્યું મતદાન

લોકસભા@ગુજરાત: 11 વાગ્યા સુધી રાજયમાં થયેલી નવાજુનીનો વિશેષ રીપોર્ટ

બનાસકાંઠાના ઉમેદવાર પરથી ભટોળે મતદાન કર્યુ

વડોદરામાં આચારસંહિતાનો છડેચોક ભંગ

વડોદરાના યુથ કોંગ્રેસના મહામંત્રી મિતેષ ઠાકોરે છડેચોક આચારસંહિતાનો ભંગ કર્યો છે. તેમણે મત આપતો વીડિયો બનાવ્યો અને તે વીડિયો પોતાના ફેસબુક પેજ પર મૂક્યો. અત્રે જણાવવાનું કે આ રીતના વીડિયો બનાવવા પર પ્રતિબંધ છે. તેમણે ઈવીએમમાં મત આપવાની સમગ્ર પ્રક્રિયાનો વીડિયો બનાવ્યો છે.

ડાંગ અને જામનગર, નર્મદામાં ચૂંટણીનો બહિષ્કાર

ડાંગના દાવડહાડ ગામમાં વર્ષોથી પૂલની માંગણીને લઈને ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. સવારે 10 વાગ્યા સુધીમાં મતદાન કેન્દ્રો પર એક પણ મતદાર ફરક્યો જ નહીં. ચૂંટણી બહિષ્કાર અંગે ગ્રામજનો દ્વારા અગાઉથી જ લેખિતમાં જિલ્લા કલેક્ટરને જાણ કરાઈ હતી. ચૂંટણી બહિષ્કાર થતા જ સરકારી તંત્ર અને રાજકીય પક્ષોમાં દોડધામ મચી હતી. પૂલ ન હોવાના કારણે ગ્રામજનોએ ચોમાસામાં નદીમાંથી પસાર થવું પડે છે. જેના કારણે ગત વર્ષે સર્પદંશથી બે બાળકોના પણ મોત થઈ ચૂક્યા છે. ડાગના જ બીજા ગામ ધુબડીયાના ગ્રામજનોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ બાજુ જામનગરમાં પણ લાલપુરના ભણગોર ગામે પડતર પ્રશ્નોને લઈને ગ્રામજનોએ આક્રોશ સાથે મતદાનનો બહિષ્કાર કર્યો છે. નર્મદાના 314 ગામના આદિવાસીઓએ પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામોમાં પોતાની સ્વતંત્ર ગ્રામ પંચાયત ન અપાતા ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે. છેલ્લા 6 મહિનાથી તેઓ આ અંગે માગણી કરી રહ્યાં હતાં. 324 ગામોના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસીને વિરોધ વ્યક્ત કર્યો છે.