આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

આગામી લોકસભા ર૦૧૯ ચુંટણીની ગતિવિધિ તેજ બની રહી છે. દેશના સૌથી મોટા રાજય ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવ અને માયાવતીએ બેઠક કરી ભાગીદારી કરવાનું નકકી કર્યુ છે. જેમાં કુલ ૭૬ બેઠકો વચ્ચે પ૦ ટકાની ભાગીદારી કરી ચુંટણી જંગમાં ઉતરવાનું નકકી કર્યુ છે. સપા અને બસપા વચ્ચે ગઠબંધનને લઈ ફક્ત ઉત્તરપ્રદેશમાંજ નહી પરંતુ આખા દેશના મોટાભાગના રાજયોમાં રાજકારણ ગરમાયું છે. બહુજનસમાજપાર્ટીની અધ્યક્ષ માયાવતી અને સમાજવાદીપાર્ટીના મુખિયા અખિલેશ યાદવે લખનૌમાં ગઠબંધન પર એકસાથે પ્રેસકોંફ્રેંસ કરી હતી. જેમાં બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહયા હતા. . આ દરમિયાન માયાવતીએ જણાવ્યુ કે સપા અને બસપા 38-38 સીટો પર ચૂંટણી લડશે. તો વળી, રાયબરેલી અને અમેઠીની સીટ પર સપા-બસપા ગઠબંધન ઘ્વારા કોઈ ઉમેદવાર ઉભો નહી રહે. ઉલ્લેખનિય છે કે, બંને સીટ કોંગ્રેસની પરંપરાગત હોઇ ખાલી છોડાઇ છે.

સપા અને બસપાની મૈત્રીમાં મુસ્લિમ વોટ બેંક સૌથી મહત્વનુ ફેક્ટર

જાણકારોએ જણાવ્યુ઼ હતુ કે, માયાવતી અને અખિલેશની પાર્ટી વચ્ચેના ગઠબંધનના કેન્દ્રમાં મુસ્લિમ વોટબેંક છે. સપા અને બસપામાં 26 વર્ષના લાંબા સમય પછી દોસ્તી થઇ છે. બંને દળની મુખ્ય તાકાત મુસ્લિમ વોટ બેંકને કબ્જે કરવા બની શકે છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, મુસ્લિમ મતદારો જે તરફ વળે તે પાર્ટી લોકસભાની મોટાભાગની બેઠકો કબજે કરી શકે છે. સપા અને બસપા ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ, દલિત, પછાત અને અતિપછાત વર્ગના મતદારો માટે આગામી દિવસોએ ચુંટણી રણનિતિ તૈયાર કરશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code