લૂંટ@પાલનપુર: વેપારીના આંખમાં મરચું નાંખી 10 તોલા સોનુ લઇ ફરાર

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં સોના ચાંદીના વેપારી પાસેથી 10 તોલા સોનુ ભરેલો થેલાની સનસનીખેજ લૂંટથી ચકચાર મચી ગઇ છે. સોના-ચાંદીના દાગીના શો રૂમ ધરાવતા વેપારી પિતા પુત્ર દુકાન વધાવી બાઈક પર સવાર થઈ પસાર થઇ રહ્યા હતા. 10 તોલા સોના ચાંદીનો દાગીના લઇ ઘરે જતાં સમયે શખ્સો ડીસા હાઇવે પર વેપારી પુત્રની
 
લૂંટ@પાલનપુર: વેપારીના આંખમાં મરચું નાંખી 10 તોલા સોનુ લઇ ફરાર

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં સોના ચાંદીના વેપારી પાસેથી 10 તોલા સોનુ ભરેલો થેલાની સનસનીખેજ લૂંટથી ચકચાર મચી ગઇ છે. સોના-ચાંદીના દાગીના શો રૂમ ધરાવતા વેપારી પિતા પુત્ર દુકાન વધાવી બાઈક પર સવાર થઈ પસાર થઇ રહ્યા હતા. 10 તોલા સોના ચાંદીનો દાગીના લઇ ઘરે જતાં સમયે શખ્સો ડીસા હાઇવે પર વેપારી પુત્રની આંખમાં મરચું નાખી બાઇક પરથી ધક્કો મારી દાગીના ભરેલી બેગ ઝૂંટવી ભાગી ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગઠિયાઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આવેલી આર એસ જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનના માલિક રાજુભાઇ સાંકાભાઇ પટેલ જેઓ ડીસા હાઇવે પર આવેલી તિરૂપતી સોસાયટીમાં પોતાનું મકાન ધરાવે છે. જે ગુરુવારે મોડી સાંજે પોતાની દુકાન વધાવી દુકાનમાં રહેલુ 10 તોલા સોનાનો દાગીના બેગમાં ભરી તેમના પુત્રો હર્ષ સાથે બાઇક નં જીજે 08 બીજી 5018 પર સવાર થઇ ઘરે નીકળ્યા હતા.

આ સમયે ડીસા હાઇવે પર આવેલા હોન્ડાના શોરૂમ નજીક પાછળથી આવી રહેલી અજાણી કારમાં સવાર શખ્સોએ પિતા પુત્ર પાસેથી બેગ પડાવવા મરચું નાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રયાસમાં નિષ્ફળ જતાં શખ્સોએ બાઈકને ટક્કર મારી પિતા પુત્રને જમીન પર પાડી દીધા હતા. વેપારી રાજુભાઈના હાથમાં રહેલી સોનું ભરેલી બેગ ગઠિયાઓ છીનવી લઈ ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે વેપારીએ બૂમાબૂમ કરતાં આજુબાજુના સ્થાનિકો દોડી આવ્યા હતા. જ્યારે વેપારી ઉભા થઈ ગઠિયાનો પીછો કર્યો પરંતુ ગઠિયાઓ હાથે ન લાગતાં ઘટનાની જાણ પોલીસને કરી હતી જેને લઇ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વેપારી સાથે ચીલઝડપ આચરનાર ગઠિયાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.