નુકશાન@મહા વાવાઝોડું: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વિનાશક પ્રવેશ, લોકોનું સ્થળાંતર

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતમાં મહા વાવાઝોડાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે મહા એ તેની અસર દેખાડવાનું શરૂ કરી દીધુ છે. ગુજરાતમાં પવન સાથે વરસાદી વાવાઝોડાને કારણે ઘરના છાપરા ઉડયા છે. અને માછીમારોએ પોતાની વસાહતોમાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ આખી ઘટમાં હજુ સુધી તંત્રએ કોઈ પગલા લીધા નથી હજુ પણ તંત્ર આ વાતથી
 
નુકશાન@મહા વાવાઝોડું: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વિનાશક પ્રવેશ, લોકોનું સ્થળાંતર

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં મહા વાવાઝોડાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે મહા એ તેની અસર દેખાડવાનું શરૂ કરી દીધુ છે. ગુજરાતમાં પવન સાથે વરસાદી વાવાઝોડાને કારણે ઘરના છાપરા ઉડયા છે. અને માછીમારોએ પોતાની વસાહતોમાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ આખી ઘટમાં હજુ સુધી તંત્રએ કોઈ પગલા લીધા નથી હજુ પણ તંત્ર આ વાતથી અજાણ છે કોઈ મદદ તેમના સુધી પહોંચી નથી.

બોરસી માછીવાડ ગામે 25 ઘરોના પતરા ઉડ્યા છે અને દરિયા કિનારે રહેતા લોકોનુ સ્થળાંતર કરવું પડી રહ્યુ છે. તંત્રએ આ અંગે હજુ સુધી કોઈ પગલા લીધા નથી. ખેડૂતો બાદ માછીમારોને હવે નુકસાની સહન કરવી પડી રહી છે તેમની સુકવણી કરેલી માછલીઓ પલળી ગઈ છે અને નુકસાની થઈ રહી છે.

સ્વખર્ચે શેડ ઉભા કરીને માછીમારો દરિયાથી દુર રહેવા મજબુર બન્યા છે. માછલી સુકવના બનાવેલા મંડપમાં પાણી ફરી વળ્યા છે. પાણી ફરી વળતા સૂકી માછલીઓને પણ નુકસાન પહોંચ્યુ છે. વહીવટીતંત્ર નુકસાની તેમજ સ્થળાંતરથી અજાણ રહી ગયુ છે.

‘મહા’ વાવાઝોડું વેરાવળથી 570 કિલોમીટર દૂર છે. વાવાઝોડાની અસરના પગલે ગઈકાલે રાત્રે અચનાક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી ખેતીને પારવાર નુકશાની ગઈ છે. જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થઈ છે જે પલળી ગઈ છે.

‘મહા’ વાવાઝોડાની અસર અમેરલી જિલ્લાના રાજુલામાં પણ જોવા મળી હતી. રાજુલા-જાફરાબાદના કાંઠા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ભારે પનવ ફૂંકાયો હતો. પંથકના સરોવડા, કડીયાળી, બલયાણામાં જોરદાર વરસાદ વરસ્યો હતો. કડીયાળી ગામમાં મા નવરંગનો માંડવો યોજાયો હતો જેનો મંડપ ભારે વરસાદના કારણે ઉડી જતાં અફરાતફરી મચી હતી.