નુકશાન@ગુજરાતઃ કોરોના વાઇરને લઇ હીરા ઉદ્યોગોને કરોડોનો વેપાર ખોરવાયો

અટલ સમાચાર, ડેસક સુરતના હીરા ઉદ્યોગને કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યુ છે. નિકાસમાં હોંગકોંગમાં થતો હીરાનો વેપાર હાલ ખોટકાઈ પડ્યો છે. જેને કારણે રૂા. 9000 કરોડથી વધુનું નુકસાન થયુ છે અને રૂા. 55,500 કરોડનો વેપાર ખોટકાઈ પડ્યો છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સુરતમાં તૈયાર થતાં હીરાના 37 ટકા હીરા હોંગકોંગ જ્યારે 4
 
નુકશાન@ગુજરાતઃ કોરોના વાઇરને લઇ હીરા ઉદ્યોગોને કરોડોનો વેપાર ખોરવાયો

અટલ સમાચાર, ડેસક

સુરતના હીરા ઉદ્યોગને કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યુ છે. નિકાસમાં હોંગકોંગમાં થતો હીરાનો વેપાર હાલ ખોટકાઈ પડ્યો છે. જેને કારણે રૂા. 9000 કરોડથી વધુનું નુકસાન થયુ છે અને રૂા. 55,500 કરોડનો વેપાર ખોટકાઈ પડ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં તૈયાર થતાં હીરાના 37 ટકા હીરા હોંગકોંગ જ્યારે 4 ટકા હીરા ચાઈનામાં વેચાય છે. સુરતમાં દર વર્ષે 1.50 લાખ કરોડના હીરા એક્સપોર્ટ થાય છે. જ્યારે સુરતને એકમાત્ર હોંગકોંગ તરફથી વર્ષે 55,500 કરોડનો વેપાર મળે છે.

નુકશાન@ગુજરાતઃ કોરોના વાઇરને લઇ હીરા ઉદ્યોગોને કરોડોનો વેપાર ખોરવાયો
file fhoto

સુરતના ડાયમંડને અહીં મોટું માર્કેટ મળી રહી છે પરંતુ કોરોના વાયરસના કારણે હાલ ચીન અને હોંગકોંગમાં વેકેશન જેવી સ્થિતિ છે. આ દેશો સાથે થતો વેપાર ઠપ્પ થઇ ગયો છે. કોરોના વાયરસની અસર હેઠળ 3 માર્ચ સુધી વેકેશન હોંગકોંગમાં જાહેર થઈ ચૂક્યું છે. તેમજ હોંગકોંગમાં માર્ચના અંતમાં થનારો એક્ઝિબિશન હવે મે મહિનામાં થવા જઈ રહ્યો છે. જેની વિપરીત અસર સુરતના હીરા ઉદ્યોગને થઇ છે.