પ્રેમકહાનીઃ આ જીલ્લામાં પતિએ પત્નીની યાદમાં રૂ. 2 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનાવ્યો

અટલ સમાચાર, ડેસ્ક શાહજહાએ પ્રેમના પ્રતિક સમો તાજમહલ બનાવીને પોતાનું અને તેની પ્રેમીકા મુમતાઝનું બંનેનું નામ અમર કરી દીધુ. ત્યારે ગુજરાતી શાહજહાએ પણ પોતાની પત્નીની યાદમાં મંદિર બનાવીને આવી જ કંઈક ચેષ્ટા કરી છે. વાત છે ગુજરાતના સુરેન્દ્રનગર વઢવાણની. સુરેન્દ્રેનગર-વઢવાણ તાલુકાના ખધેલી ગામ પાસે એક પતિએ મૃત પત્નીની યાદમાં તેની પ્રતિમા સાથેનું પ્રેમમંદિર બનાવ્યું છે.
 
પ્રેમકહાનીઃ આ જીલ્લામાં પતિએ પત્નીની યાદમાં રૂ. 2 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનાવ્યો

અટલ સમાચાર, ડેસ્ક

શાહજહાએ પ્રેમના પ્રતિક સમો તાજમહલ બનાવીને પોતાનું અને તેની પ્રેમીકા મુમતાઝનું બંનેનું નામ અમર કરી દીધુ. ત્યારે ગુજરાતી શાહજહાએ પણ પોતાની પત્નીની યાદમાં મંદિર બનાવીને આવી જ કંઈક ચેષ્ટા કરી છે. વાત છે ગુજરાતના સુરેન્દ્રનગર વઢવાણની. સુરેન્દ્રેનગર-વઢવાણ તાલુકાના ખધેલી ગામ પાસે એક પતિએ મૃત પત્નીની યાદમાં તેની પ્રતિમા સાથેનું પ્રેમમંદિર બનાવ્યું છે. અહીં રોજ પૂજા- અર્ચના કરવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રેમકહાની:

ગામમાં દાતણ વેચી પરિવારનું ગુજરાત ચલાવતા હતા. દેવીપૂજક લાલારામ ભોજવિયા કમાણી માટે પત્ની લલિતાબહેન સાથે દિલ્હી પહોંચ્યા હતા. અહીંયાં તેમનું નસીબ જોર કરી ગયું અને એન્ટિક વસ્તુના વેપારમાં ખુબ કમાયા. દુનિયાને જ નહીં પરંતુ સાચા પ્રેમનો તો જાણે પ્રભુય વેરી હોય છે. ભોજવિયા દંપત્તિના જીવનમાં પણ એવું જ બન્યુ. 51 વર્ષના લલિતાબેન બિમાર પડ્યા અને આખરે તેમણે આ દુનિયાને વિદાય આપી. લાલારામ તેમની પત્નીને ખૂબજ પ્રેમ કરતાં હતાં. અને તેમના મૃત્યુ પછી નિર્ણય લીધો તે પણ પત્ની માટે કંઈક અલગ જ કરશે.

પત્નીના કાયમી સંભારણા માટે કાંઈક કરવાની લાલારામભાઈને ઇચ્છા થઈ અને દુધરેજના નગરાગામ વચ્ચે 4 એકર જમીન ખરીદી. અને આ જમીન પર રૂ. 2 કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનાવી તેમાં પત્નીની યાદમાં મંદિર બનાવ્યું અને તેમાં લલિતાબહેનની મૂર્તિ સ્વરૂપ પ્રતિમાની સ્થાપના કરી. આ મૂર્તિની પૂજા-અર્ચના કરીને લાલારામભાઈએ જાણે સાચા અર્થમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી સાર્થક કરી રહ્યા છે. હાલ વૃદ્ધાશ્રમમાં અનેક વૃદ્ધોને રહેવા અને ભોજન સહિતની સુવિધા મળે છે પરંતુ હું ન હોઉં તોપણ આ વૃદ્ધાશ્રમ નિ:શુલ્ક અને વધુ લોકોને ઉપયોગી થાય તેવી ઇચ્છા છે. હાલ 65 વર્ષ હોવા છતાં લાલરામભાઈ આ માટે પરિશ્રમ કરી રહ્યા છે. આ છે આપણા ગુજરાતના શાહજહા અને મુમતાજની કહાની.