LRD@આંદોલનઃ વિધાનસભાનો ઘેરાવો કરવા જતા 100 એલઆરડી ઉમેદવારોની અટકાયત

અટલ સમાચાર. ગાંધીનગર એલઆરડી પુરુષ ઉમેદવારો ભરતી પ્રક્રિયાને લઇ સોમવારે વિધાનસભાનો ઘેરાવો કરવા જતા 100 જેટલા એલઆરડી ઉ્મેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. રાજ્યભરમાંથી ઉમેદવારો ઉમટ્યા હતા. જેમની માંગણી હતી કે મહિલાઓની જેમ પુરુષોની ભરતીમાં પણ જગ્યાનો વધારો કરવામાં આવે અને તેમની સાથે એલઆરડી ભરતીમાં જે અન્યાય થયો છે તે ભરતીની જગ્યાઓ વધારી ન્યાય
 
LRD@આંદોલનઃ વિધાનસભાનો ઘેરાવો કરવા જતા 100 એલઆરડી ઉમેદવારોની અટકાયત

અટલ સમાચાર. ગાંધીનગર

એલઆરડી પુરુષ ઉમેદવારો ભરતી પ્રક્રિયાને લઇ સોમવારે વિધાનસભાનો ઘેરાવો કરવા જતા 100 જેટલા એલઆરડી ઉ્મેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. રાજ્યભરમાંથી ઉમેદવારો ઉમટ્યા હતા. જેમની માંગણી હતી કે મહિલાઓની જેમ પુરુષોની ભરતીમાં પણ જગ્યાનો વધારો કરવામાં આવે અને તેમની સાથે એલઆરડી ભરતીમાં જે અન્યાય થયો છે તે ભરતીની જગ્યાઓ વધારી ન્યાય કરવા આંદોલન શરૂ કરવામાં આવ્યુ છે. એલઆરડી ભરતીને લઇ ફરી પુરુષોનું આંદોલન શરૂ થયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરમાં સોમવારે એલઆરડીના પુરુષ ઉમેદવારો વિધાનસભાનો ઘેરાવો કરવા માટે રાજ્યભરમાંથી  ઉમટ્યા હતા. જેને લઇને સચિવાલયની સુરક્ષામાં વધારો કરાયો હતો. એલઆરડી ઉમેદવારોની જગ્યા વધારવા માંગણી કરવામાં આવી રહી છે. આક્રોશ જોતા સાવચેતીના ભાગરૂપે સચિવાલયના ગેટ નંબર એક અને ચાર પર પોલીસ ખડકી દેવામાં આવી છે. વિધાનસભા ઘેરવા માટે ઉમેદવારો નીકળ્યા છે. રાજ્ય ભરમાંથી ઉમેદવારો ઉમટ્યા છે.વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયેલા 100થી વધુ પુરુષ ઉમેદવારોની અટકાયત કરાઇ છે.