મહારાષ્ટ્રઃ ચીનની 3 કંપનીઓને 5 હજાર કરોડના પ્રોજેક્ટ પર રોક લગાવી

અટલ સમાચાર, ડેસ્ક મહારાષ્ટ્ર સરકારએ ચીનને મોટો આંચકો આપ્યો છે. રાજ્ય સરકારે કેન્દ્ર સાથે વાતચીત બાદ ચીનની ત્રણ કંપનીઓના પ્રોજેક્ટ પર હાલ રોક લગાવી દીધી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ 5 હજાર કરોડ રૂપિયા છે. હવે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવ્યા બાદ તેની પર કોઈ નિર્ણય લઈ શકાશે. ભારતીય રેલવેએ ચીનમાં બનેલી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનો
 
મહારાષ્ટ્રઃ ચીનની 3 કંપનીઓને 5 હજાર કરોડના પ્રોજેક્ટ પર રોક લગાવી

અટલ સમાચાર, ડેસ્ક

મહારાષ્ટ્ર સરકારએ ચીનને મોટો આંચકો આપ્યો છે. રાજ્ય સરકારે કેન્દ્ર સાથે વાતચીત બાદ ચીનની ત્રણ કંપનીઓના પ્રોજેક્ટ પર હાલ રોક લગાવી દીધી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ 5 હજાર કરોડ રૂપિયા છે. હવે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવ્યા બાદ તેની પર કોઈ નિર્ણય લઈ શકાશે. ભારતીય રેલવેએ ચીનમાં બનેલી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ચીનની કેટલીક કંપનીઓની સાથે થયેલી સમજૂતી પણ રદ્દ કરી દેવામાં આવી છે. આ દરમિયાન, ભારત સરકાર સ્થાનિક પ્રોડક્ટ્સની નિકાસ વધારવાનો પ્રયાસોમાં લાગી ગઈ છે. તેમાં અલગ-અલગ દેશોમાં સ્થાનિક કંપનીઓ માટે નિકાસની તક શોધવા માટે 1500 પ્રોડક્ટની યાદી શૅર કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જે પ્રોજેક્ટ પર રોક લગાવવામાં આવી છે તેમાં પુણેની નજીક આવેલા તાલેગાંવમાં ઇલેક્ટ્રિક વ્હીકલની મોટી ફેક્ટરીનો  પણ સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 3500 હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. મહારાષ્ટ્ર સરકારે  થોડા દિવસ પહેલા 12 MoU પર હસ્તાક્ષર કર્યા હતા. તમામ 3 ચાઇનીઝ કંપનીઓના પ્રોજેક્ટ હોલ્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે 9 પ્રોજેક્ટનું કામ હાલ ચાલુ રહેશે. તેમાં બીજા દેશોની કંપનીઓ પણ સામેલ છે. નોંધનીય છે કે, તમામ રાજ્ય સરકારો પાસેથી ચીનના પ્રોજેક્ટ અને આયાત વિશેની જાણકારી માંગી હતી.

આ પહેલા ટેલિકોમ ડિપાર્ટમેન્ટ BSNLથી 4G અપગ્રેડન સુવિધામાં ચીની ઇક્વિપમેન્ટ્સનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. ટેલિકોમ ડિપાર્ટમેન્ટે BSNLને આ સંબંધમાં પોતાના ટેન્ડર પર ફરીથી કામ કરવા માટે કહ્યું છે. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ એ વાત પર વિચાર કરી રહ્યું છે કે દેશની પ્રાઇવેટ મોબાઇલ સર્વિસ ઓપરેટર્સ પણ ચીની કંપનીઓની પ્રોડક્ટ પર પોતાની નિર્ભરતા ઓછી કરે.