ગેરરીતિ@અંબાજી: કર્મચારી અને ઈસમે મંદિરમાંથી રોકડી કરવા ખોટાં ડીઝલ બીલો મૂક્યાં, FIR થઈ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર યાત્રાધામ અંબાજી મંદીર ટ્રસ્ટમાંથી રોકડી કરવા ખોટાં ડીઝલ બીલો રજૂ કરવામાં આવ્યાં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. મંદિરના કર્મચારી અને પેટ્રોલપંપના ઈસમે બનાવટી બીલ રજૂ કર્યા હોવાનો ગુનો દાખલ થયો છે. છેલ્લા 5 મહિના દરમ્યાન મંદીર ટ્રસ્ટની ગાડી અને જનરેટર માટે જરૂરી ડીઝલના બીલોમાં ગોલમાલ કરી ખોટું રેકર્ડ રજૂ
 
ગેરરીતિ@અંબાજી: કર્મચારી અને ઈસમે મંદિરમાંથી રોકડી કરવા ખોટાં ડીઝલ બીલો મૂક્યાં, FIR થઈ

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

યાત્રાધામ અંબાજી મંદીર ટ્રસ્ટમાંથી રોકડી કરવા ખોટાં ડીઝલ બીલો રજૂ કરવામાં આવ્યાં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. મંદિરના કર્મચારી અને પેટ્રોલપંપના ઈસમે બનાવટી બીલ રજૂ કર્યા હોવાનો ગુનો દાખલ થયો છે. છેલ્લા 5 મહિના દરમ્યાન મંદીર ટ્રસ્ટની ગાડી અને જનરેટર માટે જરૂરી ડીઝલના બીલોમાં ગોલમાલ કરી ખોટું રેકર્ડ રજૂ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. શંકાના આધારે તપાસ કરતાં કેટલાક બિલોમા ગેરરીતિની આશંકા પ્રબળ બની હતી. મંદીર ટ્રસ્ટના ડ્રાઈવર અને ડીઝલપંપના કર્મચારીએ ભેગામળી મંદિર ટ્રસ્ટ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી રચી હોવાનું સામે આવ્યુ છે. જેને લઇ અંબાજી મંદીર ટ્રસ્ટના ઇન્ચાર્જ હેડ વાયરમેને બંને ઇસમો વિરુદ્ધ અંબાજી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

ગેરરીતિ@અંબાજી: કર્મચારી અને ઈસમે મંદિરમાંથી રોકડી કરવા ખોટાં ડીઝલ બીલો મૂક્યાં, FIR થઈ

બનાસકાંઠા જીલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ડીઝલના ખોટાં બિલો રજૂ કર્યાની ઘટના સામે આવી છે. મંદીર ટ્રસ્ટમાં ઇન્ચાર્જ હેડ વાયરમેન શંકરજી પરમારે બે શખ્સો સામે નામજોગ ફરીયાદ નોંધાવી છે. જેમાં એપ્રિલ-2020થી ડીસેમ્બર 2020 સુધીના કોઇપણ સમયગાળામાં બંને શખ્સોએ એકબીજાના મેળાપીપણામાં રોકડી કરવા કારસો રચ્યો હોવાનું સામે આવ્યું છે. મંદીર ટ્રસ્ટની ગાડીઓ અને જનરેટર માટે વપરાયેલ ડીઝલના ખર્ચની ચૂકવણી દરમ્યાન શંકાસ્પદ બિલોની ચકાસણી થઈ હતી. જેમાં સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતાં સમગ્ર વિગતો બહાર આવી છે. જેથી વહીવટદાર દ્રારા ઝીણવટભરી પ્રાથમિક તપાસ બાદ બિલો બનાવટી હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. આથી મંદિર ટ્રસ્ટના કર્મચારી એવા ડ્રાઈવર રાકેશ વિરાભાઈ રાઠોડ તેમજ ડીઝલપંપના ભુરાભાઇ પાબુભાઇ બેગડીયા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ બંને ઇસમોએ મંદીર ટ્રસ્ટમાં કુલ 35 ડીઝલની પાવતી અને બીલો તૈયાર કરી કુલ 1445 લીટર ડીઝલની ખરીદી બતાવી હતી. જેના આધારે રૂ.1,12,738 મેળવવા બનાવટી બિલો મુક્યા હતા. જેની તપાસ કરતાં સીસીટીવી કેમેરામાં ભવાની ઓટોમોબાઇલ્સના કર્મચારી ભુરાભાઈ અને મંદીર ટ્રસ્ટના કર્મચારી રાકેશભાઈ રાઠોડ ભવાની ઓટો મોબાઈલ્સ ખાતે શંકાસ્પદ જણાઇ આવ્યા હતા. જેને લઇ મંદીરના ઇન્ચાર્જ હેડ વાયરમેને બંને સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેમાં ડીઝલના બનાવટી બિલો રજૂ કરી મંજૂર કરાવવામાં એકબીજાની મદદગારીથી ગુનો કર્યો હોવાનું લખાવ્યુ છે. પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ 406, 408, 465, 467, 468, 471, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.