માણસાઃ ગૃહમંત્રી અમિત શાહે કુળદેવી બહુચર માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી

અટલ સમાચાર, ડેસ્ક ગઈ કાલથી ગૃહમંત્રી અમિત શાહનો પરિવાર માણસામાં હતો. માણસામાં રાખેલી વિવિધ પ્રકારની પૂજા અર્ચના અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ મોડી રાત્રે ગરબાના આયોજનમાં પણ પરિવારે હાજરી આપી હતી. ગાંધીનગર જિલ્લાનું માણસા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પૈતૃક ગામ છે. વર્ષોથી શાહ પરિવાર તેમના કુળદેવી બહુચર માતાની સેવા કરતા આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના
 
માણસાઃ ગૃહમંત્રી અમિત શાહે કુળદેવી બહુચર માતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી

અટલ સમાચાર, ડેસ્ક

ગઈ કાલથી ગૃહમંત્રી અમિત શાહનો પરિવાર માણસામાં હતો. માણસામાં રાખેલી વિવિધ પ્રકારની પૂજા અર્ચના અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ મોડી રાત્રે ગરબાના આયોજનમાં પણ પરિવારે હાજરી આપી હતી. ગાંધીનગર જિલ્લાનું માણસા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પૈતૃક ગામ છે. વર્ષોથી શાહ પરિવાર તેમના કુળદેવી બહુચર માતાની સેવા કરતા આવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગામ માણસામાં આવેલા બહુચર માતાના મંદિરમાં આજે પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો છે. જેમાં અમિત શાહ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંદિરમાં યોજાઈ રહેલા ઉત્સવને લઈને અમિત શાહનો પરિવાર પહેલેથી જ માણસા પહોંચ્યા હતો. તેમના પિરવારે ગામના સામાન્ય માણસની જેમ જ ગામલોકો સાથે તૈયારી શરૂ કરી હતી. આ સાથે આજે શરદ પૂનમના શુભ દિવસે અમિત શાહના હસ્તે 12 વાગ્યેને 39 મિનિટે વિજય મુહૂર્તમાં કુળદેવી બહુચર માતાનું સ્થાપન કરવામાં આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમિત શાહ અને તેમના પરિવારની કુળદેવી બહુચર માતા ઉપર ખુબ આસ્થા અને શ્રદ્ધા રહેલી છે, જેથી પ્રત્યેક નવરાત્રિના બીજા નોરતે તેઓ અચૂક કુળદેવીના દર્શન માટે માણસા આવે છે. શાહ પરિવાર વર્ષોથી કુળદેવીના પ્રત્યેક કાર્ય અને સેવામાં જોડાયેલા રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લગભગ છેલ્લા બે વર્ષથી નવા મંદિર અને મંદિર પરિસરની બાંધકામ કામગીરી તેમજ પૂર્ણતા સુધી મુલાકાત કરતા આવ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ તેમના પરિવારજનોની ખૂબ ઈચ્છા હતી કે તેમના કુળદેવી બહુચર માતાને નવા મંદિરના ગોખમાં સ્થાપિત કરવામાં આવે.માતાજીની શોભાયાત્રા રૂપે રથ પણ નીકળ્યો હતો, જેમાં અમિત શાહનાં પત્ની અને પરિવારની અન્ય મહિલાઓ ગરબા રમી અને રથની પૂજા કરીને ગામલોકો સાથે ગામમાં ફર્યાં હતાં. તો અમિત શાહના પુત્ર જય શાહે પણ ગામના લોકોની સાથે તૈયારી કરી હતી.