મંથન@કાંકરેજ: ગામડે-ગામડે ફરી જનપ્રશ્નો ભેગા કરવા કોંગ્રેસની તૈયારી

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક) કાંકરેજ તાલુકાના ગામે આજે જીલ્લા અને તાલુકા કોંગ્રેસ સંયોજકોની મીટીંગ પ્રદેશ મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં આરોગ્ય, સિંચાઇ, શિક્ષણ તેમજ દરેક સ્થળે કોઈ સમસ્યા હોય તો દરેક સ્થળે ગામડે-ગામડે ફરી મુલાકાત લઈ તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવા જણાવાયુ હતુ. આ પ્રસંગે જીલ્લા અને તાલુકા કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં
 
મંથન@કાંકરેજ: ગામડે-ગામડે ફરી જનપ્રશ્નો ભેગા કરવા કોંગ્રેસની તૈયારી

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક)

કાંકરેજ તાલુકાના ગામે આજે જીલ્લા અને તાલુકા કોંગ્રેસ સંયોજકોની મીટીંગ પ્રદેશ મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં આરોગ્ય, સિંચાઇ, શિક્ષણ તેમજ દરેક સ્થળે કોઈ સમસ્યા હોય તો દરેક સ્થળે ગામડે-ગામડે ફરી મુલાકાત લઈ તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવા જણાવાયુ હતુ. આ પ્રસંગે જીલ્લા અને તાલુકા કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના થરા સર્કિટ હાઉસમાં કોંગ્રેસના કાર્યકરોની મિટીંગ યોજાઇ હતી. આ પ્રસંગે પ્રદેશ મંત્રી અમરતજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને વિવિધ મુદ્દે મંથન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે જીલ્લા પ્રમુખ દિનેશભાઇ ગઢવી, પૂરણસિંહ વાઘેલા, ગોપાળસિંહ સોલંકી, ચમનજી ઠાકોર, ભૂપતાજી ઠાકોર, ઇશ્વરભાઇ દેસાઇ, તાલુકા કોંગ્રેસના હેમુભાઇ જોશી, તા.પં. ઉપપ્રમુખ મહિપતસિંહ વાઘેલા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, થરામાં યોજાયેલી મીટીંગમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો ઉમટી પડ્યા હતા. આ સાથે ઉંબરીના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ખેતુભા વાઘેલા અને જિલ્લા તાલુકાના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ મંત્રી અને કાંકરેજ તાલુકા પ્રભારી અમરતજી ઠાકોરે સંગઠન માળખું મજબૂત બનાવવા માટે આહવાન કર્યુ હતું. જેમાં દરેક ગામમાં આરોગ્ય, સિંચાઇ, શિક્ષણ તેમજ દરેક સ્થળે કોઈ સમસ્યા હોય તો દરેક સ્થળે ગામડે-ગામડે ફરી મુલાકાત લઈ તમામ પ્રકારની માહિતી એકત્રિત કરી જાણ કરવા માટે માહિતી આપી હતી. આ સાથે દરેક ગામમાં જન મિત્ર તરીકે નિમણૂંક કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી.