મારૂતિ સુઝુકીઃ ડીઝલ કારનું વેચાણ થશે બંધ, જાણો ક્યારે અને કેમ

અટલ સમાચાર, ડેસ્ક સૌથી મોટી કાર વેચાણ કંપની મારૂતિ સુઝુકી ભારતમાં 1 એપ્રિલ 2020થી ડિઝલ કારનું વેચાલ કરી દેશે બંધ. ખરેખરતો એ સમયે જ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી વધારે કડક એવા BS-6 એમિશન નિયમો લાગુ થનાર છે. મારૂતિ સુઝૂકી ભારતના ચેરમેન આરસી ભાર્ગવે જાહેરાત કરી હતી કે 1 એપ્રિલ 2020 થી ડિઝલ કારનું વેચાણ બંધ કરી રહ્યાં
 
મારૂતિ સુઝુકીઃ ડીઝલ કારનું વેચાણ થશે બંધ, જાણો ક્યારે અને કેમ

અટલ સમાચાર, ડેસ્ક

સૌથી મોટી કાર વેચાણ કંપની મારૂતિ સુઝુકી ભારતમાં 1 એપ્રિલ 2020થી ડિઝલ કારનું વેચાલ કરી દેશે બંધ. ખરેખરતો એ સમયે જ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી વધારે કડક એવા BS-6 એમિશન નિયમો લાગુ થનાર છે. મારૂતિ સુઝૂકી ભારતના ચેરમેન આરસી ભાર્ગવે જાહેરાત કરી હતી કે 1 એપ્રિલ 2020 થી ડિઝલ કારનું વેચાણ બંધ કરી રહ્યાં છીએ. મારૂતિ દ્વારા ઘરેલુ બજારમાં વેચાનારી કુલ કારમાં 23 % ડિઝલ કાર હોય છે.

કંપનીના કેટલાક મોડેલ માત્ર ડિઝલમાં જ ઉપલબ્ઘ છે જેમાં વિતારા બ્રિઝા, એસ-ક્રોસનો સમાવેશ થાય છે. સ્વીફટ, બલેનો, ડીઝાયર, સિયાઝ અને એર્ટિગા એવા મોડેલ છે જે ડિઝલની સાથે સાથે પેટ્રોલમાં પણ ઉપલબ્ધ છે.

મારૂતિ સુઝૂકીએ પોતાના લાઇટ કોમર્શિયલ વેહીકલને પણ આવતાં વર્ષથી વેચાણ માટે હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. આ ગાડીઓ માત્ર પેટ્રોલ અને સીએનજી વર્ઝનમાં મળતી રહેશે.

મારૂતિ સુઝૂકી ઇન્ડિયાના ચેરમેન આરજી ભાર્ગવે કહ્યું હતું કે, 1 એપ્રિલ 2020 અમે ડિઝલ કારનું વેચાણ નહીં કરીએ. તેમણે કહ્યું હતું BS-6 એન્જિન કારની માગ રહી તો તે મોડેલ વિકસિત કરશે જે આ માંગને પૂરી કરશે. કંપનીના ચેરમેન આરજી ભાર્ગવે તેમની કંપની હવે 1500 સીસીના એન્જિન ક્ષમતા કરતા નીચેના એન્જિનવાળી કારોનું ઉત્પાદન નહીં કરે.