Maruti Suzukiએ લૉન્ચ કરી Swiftની લિમિટેડ એડિશન, જાણો કિંમત અને ફિચર્સ

અટલ સમાચાર, ડેસ્ક સોમવારે સ્વીફ્ટની એક લિમિટેડ એડીશન લૉન્ચ કરી છે. તહેવારોના સમયમાં સ્વીફ્ટની આ લિમિટેડ એડિશન કારની કિંમત રેગ્યુલર સ્વિફ્ટની તુલનામાં 24,000 રૂપિયા વધુ છે. જો કે આ સાથે જ આ નવી સ્વિફ્ટમાં અનેક નવી સુવિધા અને ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. આ લિમિટેડ એડિશન તે સંભવિત ખરીદારો માટે છે જે પોતાની કારને બહાર
 
Maruti Suzukiએ લૉન્ચ કરી Swiftની લિમિટેડ એડિશન, જાણો કિંમત અને ફિચર્સ

અટલ સમાચાર, ડેસ્ક

સોમવારે સ્વીફ્ટની એક લિમિટેડ એડીશન લૉન્ચ કરી છે. તહેવારોના સમયમાં સ્વીફ્ટની આ લિમિટેડ એડિશન કારની કિંમત રેગ્યુલર સ્વિફ્ટની તુલનામાં 24,000 રૂપિયા વધુ છે. જો કે આ સાથે જ આ નવી સ્વિફ્ટમાં અનેક નવી સુવિધા અને ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. આ લિમિટેડ એડિશન તે સંભવિત ખરીદારો માટે છે જે પોતાની કારને બહાર અને અંદરથી બીજા કરતા થોડી હટકે જોવી પસંદ કરે છે. વધુમાં મારુતિ સુઝુકી ઈન્ડિયાએ આ કારની કેબિનમાં પણ ફેરફાર કર્યો છે.
મારુતિ સુઝુકી આ કાર લિમિટેડ એડિશન એટલા માટે રજૂ કરી છે કે તે એક નવી અને અલગ રોડ પ્રેજેન્સ મેળવી શકે. આ અનુભવ રેગ્યુલર સ્વીફ્ટથી અનેક રીતે અલગ રહેશે. મારુતિ સુઝુકી સ્વિફ્ટની આ સ્પેશ્યિલ એડિશન કારમાં બ્લેક કર પર ખાસ ધ્યાન આપવામાં આપ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ કારની બૉડી કીટ, ગ્રીલ પર ગાર્નિશ, ટેલ લેમ્પ અને ફોગ લેમ્પ પર બ્લેક રંગની ખાસ ડિટેલિંગ છે. આ કારની સીટ કવર પણ સ્પોર્ટી લુકમાં છે. આ સીટ કવર્સ ગોલ્ડ ડાયલ અને ફ્લેટ બોટમ સ્ટીયરિંગ વ્હીલને કોમ્પ્લિમેન્ટ કરે છે. સ્વીફ્ટના 14 વર્ષથી ભારતીય માર્ગ પર દોડે છે. મારુતિ સુઝુકી ભારતની સૌથી સફળ કારમાંથી એક છે. આ જ કારણે કંપનીએ આ પ્રાઇવેટ અને નવી સ્પોર્ટી લૂક વાળી સ્પેશ્યલ એડિશન લોંચ કરવાનો નિર્ણય લીધો છે.

હેચબેક સેગમેન્ટની શ્રેષ્ઠ કારોમાંની એકકંપનીના માર્કેટિંગ અને સેલ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે, “સ્વીફ્ટને પસંદ કરનારા બધા માટે આ મર્યાદિત આવૃત્તિ છે જે તેમના લેન્ડસ્કેપને વધુ સ્ટાઇલિશ બનાવવામાં મદદ કરશે. હવે તે પહેલાં કરતાં વધુ સ્પોર્ટી દેખાશે. તેમણે કહ્યું હતું કે સ્વિફ્ટ તેના પ્રભાવશાળી દેખાવ અને પ્રદર્શનને કારણે લોન્ચ થયા પછી પણ તેના પોર્ટફોલિયોમાં શ્રેષ્ઠ કારોમાંની એક રહી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાએ દાવો કર્યો છે કે સ્વીફ્ટના લોન્ચ થયા બાદ 23 લાખથી વધુ યુનિટ વેચાયા છે. મારુતિ સ્વિફ્ટને ભારતીય કાર ઓફ ધ યરનો એવોર્ડ ત્રણ વખત મળ્યો છે.